________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૩૩૯
શ્લોક :
ततश्चमहामोहादिवर्गं च, स्वयमेव विजेष्यसि ।
लोलतां च निराकृत्य, रंस्यसे साधुमध्यगः ।।३८१।। શ્લોકાર્થ :
અને તેથી વિવેકગિરિને જોઈને તું તે કુટુંબને સ્વીકારીશ તેથી, મહામોહાદિ વર્ગને સ્વયં જ તું જીતીશ અને લોલતાને નિરાકરણ કરીને સાધુના મધ્યમાં રહેલો રમીશ. ll૩૮૧TI
શ્લોક :
ततो भगवतो वाक्यमाकयेदं मनोरमम् । स्वचित्ते चिन्तयत्येवं, नरवाहनपार्थिवः ।।३८२।।
શ્લોકાર્ચ -
તેથી આ ભગવાનના મનોરમ વાક્યને સાંભળીને નરવાહનરાજા સ્વચિત્તમાં આ પ્રમાણે વિચારે છે. Il30ા.
શ્લોક :
अहो भगवता प्रोक्तमिदमत्र परिस्फुटम् ।
य एवोत्सहते दोé, तस्यैव प्रभुता करे ।।३८३।। શ્લોકાર્ય :
અહો ! ભગવાન વડે અહીં=સંસારમાં, આ સ્પષ્ટ કહેવાયું, જે પુરુષ જ બે ભુજા વડે ઉત્સાહત=સંસારસમુદ્રને તરવા માટે ઉત્સાહિત થાય છે તેના જ હાથમાં પ્રભુતા છે. ll૧૮all
શ્લોક :
ततो भागवतीं दीक्षां, गृहाण किल भूपते! । तव संपद्यते येन, संपन्नं यत्तु मादृशाम् ।।३८४ ।।
શ્લોકાર્ય :
તેથી હે રાજા ! ભાગવતી દીક્ષાને તું ગ્રહણ કર. જેના વડે મારા જેવાને વળી જે પ્રાપ્ત થયું તે તને પ્રાપ્ત થાય. ll૩૮૪ll