________________
૩૨૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
तेषां मध्ये स्थितस्येयं, तदाचारेण तिष्ठतः ।
दुष्टापि रसना वत्स! न ते किंचित्करिष्यति ।।३४६।। શ્લોકાર્થ:
જે તને તે મહાત્માઓ વિમર્શ વડે વિવેકપર્વત ઉપર આરૂઢ થયેલા મહામોહાદિના નાશ કરનારા નિવેદન કરાયા, તેઓના મધ્યમાં રહેલા તેના આચારથી રહેતા=જેનપુરમાં વસનારા મહાત્માઓના આચારથી રહેતા, તને દુષ્ટ પણ આ રસના હે વત્સ ! કંઈ કરશે નહીં. ll૧૪પ-૩૪૬ll શ્લોક :
तस्मादारुह्य यत्नेन, तं विवेकमहागिरिम् ।
रसनादोषनिर्मुक्तस्तिष्ठ त्वं सकुटुम्बकः ।।३४७।। શ્લોકાર્ય :
તે કારણથી યત્નથી તે વિવેક મહાગિરિ ઉપર આરોહણ કરીને રસનાદોષથી નિર્મુક્ત સકુટુંબવાળો એવો તું રહે=વિચક્ષણ રહે. Il૩૪૭ી શ્લોક :
ततो विचक्षणेनोक्तं, तात! दूरे स पर्वतः ।
कथं कुटुम्बसहितस्तत्राहं गन्तुमुत्सहे? ।।३४८।। શ્લોકાર્ય :
તેથી વિચક્ષણ વડે કહેવાયું - હે તાત ! તે પર્વત દૂરમાં છે. કેવી રીતે કુટુંબ સહિત હું ત્યાં જવા માટે ઉત્સાહિત થાઉં? Il૩૪૮ શ્લોક :
शुभोदयोऽब्रवीद्वत्स! न कार्यं भवता भयम् ।
विमर्शो यतः ते बन्धुश्चिन्तामणिरिवातुलः ।।३४९।। શ્લોકાર્ચ -
શુભોદયે કહ્યું. હે વત્સ ! તારે ભય કરવો જોઈએ નહીં. જે કારણથી વિમર્શ ચિંતામણિ જેવો તારો અતુલ બંધુ છે. ll૩૪૯ll શ્લોક :
यतोऽस्य विद्यते वत्स! विमर्शस्य वराञ्जनम् । तबलाद्दर्शयत्येष, तमिहैव महागिरिम् ।।३५०।।