________________
૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
ક્વચિત્રકોઈ સ્થાનોમાં, આ વનવિભાગો સુંદર રાસથી નિબદ્ધ કૌતુકવાળા, ક્વચિત્ ગુપ્ત સ્થાનોમાં પરસ્પર મૈથુનવાળાં યુગલો છે જેમાં તેવા વનવિભાગો, ક્વચિત્ મુગ્ધ સ્ત્રીઓનાં મુખરૂપી કમળો વડે આ=વનવિભાગો, શોભાથી પદ્મખંડ કરતાં પણ અધિક શોભાવાળા નથી એવું નહિ પણ આ વનવિભાગો પાખંડ કરતાં પણ અધિક શોભાવાળા છે એમ અન્વય છે. ll
विमर्शेनाभिहितं-साधु भद्र! साधु, सुन्दरं विलोकितं भवता, नूनमेवंविधा एव सर्वेऽपीमे काननाभोगाः, अत एव मयाऽभिहितं यथा-अवसरे भवतो भवचक्रनगरदर्शनकुतूहलं संपन्नं, यतोऽस्मिन्नेव वसन्तकाले नगरस्यास्य सौन्दर्यसारमुपलभ्यते, तदेते विलोकिता भद्र! भवता तावद् बहिर्वनाभोगाः, साम्प्रतं प्रविशावो नगरं विलोकयावस्तदीयश्रियं येन तव कौतुकमनोरथः परिपूर्णो भवति । प्रकर्षणोक्तंअतिदर्शनीयमिदं बहिर्लोकविलसितं रमणीयतरोऽयं प्रदेशः, पथि श्रान्तश्चाहं अतः प्रसादं करोतु मे मामः, तिष्ठतु तावदत्रैव क्षणमेकं स्तोकवेलायां नगरे प्रवेक्ष्याव इति, विमर्शेनाभिहितं-एवं भवतु । ततो यावदेष जल्पस्तयोः संपद्यते तावत् किं संवृतम्?
વિમર્શ વડે કહેવાયું. સુંદર હે ભદ્ર પ્રકર્ષ ! સુંદર તારા વડે જોવાયું. ખરેખર આવા પ્રકારના જ સર્વ પણ આ વનના ભોગો છે. આથી જ મારા વડે કહેવાયું. યથા અવસરમાં તને ભવચક્ર નગરના દર્શનનું કુતૂહલ થયું. જે કારણથી આ જ વસંતકાલમાં નગરનું આવું સૌંદર્યસાર પ્રાપ્ત થાય છે. તે કારણથી હે ભદ્ર ! આ બહારના વનના ભોગો તારા વડે જોવાયા. હવે નગરમાં આપણે બે પ્રવેશીએ, તેની લક્ષ્મીને આપણે બે જોઈએ. જેનાથી તારો કૌતુક મનોરથ પરિપૂર્ણ થાય. પ્રકર્ષે વડે કહેવાયું – અતિ દર્શનીય આ બહિર્લોકથી વિલસિત રમણીયતર આ પ્રદેશ છે. અને પથમાં થાકેલો હું છું. આથી મારા ઉપર મામા પ્રસાદ કરો. ત્યાં સુધી અહીં જ એક ક્ષણ રહો. થોડી વેલામાં નગરમાં આપણે બે પ્રવેશ કરશું. વિમર્શ વડે કહેવાયું – એ પ્રમાણે થાવ. ત્યારપછી જ્યાં સુધી આ તે બેનો જલ્પ થયો= મામા ભાણેજનો જલ્પ થયો, ત્યાં સુધી કંઈક સંવૃત પ્રાપ્ત થયું ?
लोलाक्षनृपागमः
શ્લોક :
रथघणघणरावगर्जितः, करिसरातमहाभ्रविभ्रमः । निशितास्त्रवितानवैद्युतश्चलशुक्लाश्वमहाबलाहकः ।।१।। निपतन्मदवारिसुन्दरः, प्रमदभरोद्भुरलोकसेवितः । जनिताखिलसुन्दरीमनोबृहदुन्माथकरूपधारकः ।।२।। मधुमासदिदृक्षया पुरादथ वरराजकपोरवेष्टितः । नृपतिनिरगात्समं बलैर्ऋतुरिव बन्धुधिया घनागमः ।।३।।