________________
૨૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પાન ગોષ્ઠિ સુલભ છે. તે આ પ્રમાણે – ચંપાની શ્રેણિને તું જો, દ્રાક્ષના મંડપોને તું જો, સેવતી વૃક્ષોના ગહન વનને તું જો, મોગરાનાં વૃક્ષોના સમૂહને તું જો, લાલ અશોકના વૃક્ષના સમૂહને તું જો, બકુલ વૃક્ષના ગહન ભાગોને તું સાક્ષાત્ કર, જો વિલાસ કરતી વિશાલ સ્ત્રીઓના સમૂહથી પરિવરેલા ધનવાન નાગરિક લોકોએ કરેલી સુરાપાન ગોષ્ઠિથી રહિત આ વૃક્ષોમાંથી એક પણ વૃક્ષ મળે=પ્રાપ્ત થાય, તો મારા સંબંધી અન્ય વચનમાં પણ ઠગવાપણું હોવાથી ભદ્ર એવા તારા વડે વિશ્વાસ કરવો જોઈએ નહીં=મામાએ કહ્યું તે વાતમાં, વિશ્વાસ ન કરવો, પ્રકર્ષ વડે કહેવાયું. નતુ= ખરેખર, આમાં મામાની વાતમાં, સંદેહ શું ? અર્થાત્ સંદેહ નથી. પ્રાયઃ કરીને જે આ મામા વડે બતાવાયેલા વનવિભાગો છે તે આ પ્રદેશમાં રહેલા લોકો વડે પ્રાયઃ દેખાય છે. ઈતિ સમાપ્તિ અર્થમાં છે. વળી, આ વનના વિસ્તારો સર્વે પણ વિવિધ પ્રકારના મધુપાનમાં મસ્ત થયેલા, મોટા અવાજથી કલિત, વાજિંત્રતા ઉલ્લાસથી ભેગા થયેલા ઘણા લોકોના કલકલ અવાજથી ભરેલા છે, એટલું જ નહિ, તો પછી શું? તે બતાવતાં કહે છે – શ્લોક :
क्वचिद्रसत्पुरमेखलागुणैनितम्बबिम्बातुलभारमन्थरैः ।
तरुप्रसूनोच्चयवाञ्छयाऽऽगतैः, सभर्तृकैर्भान्ति विलासिनीजनैः ।।१।। શ્લોકાર્ચ -
અવાજ કરતાં ઝાંઝર અને કંદોરાવાળી, નિતંબના ઘણા ભારથી મંદગતિવાળી, વૃક્ષનાં ફૂલોને ચૂંટવાની ઈચ્છાથી આવેલી, પતિ સહિત વિલાસ કરનારી સ્ત્રીવર્ગ વડે કોઈ સ્થાને વનના વિભાગો શોભે છે. IIII. શ્લોક :
क्वचित्तु तैरेव विघट्टिताः स्तनैर्महेभकुम्भस्थलविभ्रमैरिमे ।
विभान्ति दोलापरिवर्तिभिः कृताः, सकामकम्पा इव माम! शाखिनः ।।२।। શ્લોકાર્ચ -
કવયિત્રકોઈ સ્થાનમાં, મોટા હાથીઓના કુંભસ્થલના વિભ્રમને કરનારા, હીંચકા વડે પરાવર્તન પામતા એવા તે સ્તનો વડે સંઘર્ટ કરાયેલાં જાણે કામના પ્રવેશથી કંપ સહિત ન કરાયાં હોય તેવાં આ વૃક્ષો હે મામા ! શોભે છે. રા શ્લોક :
क्वचिल्लसद्रासनिबद्धकौतुकाः, क्वचिद्रहःस्थाननिबद्धमैथुनाः । इमे क्वचिन्मुग्धविलासिनीमुखैर्न पाषण्डादधिका न शोभया ।।३।।