SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ચારિત્ર રાજાનું સૈન્ય શ્લોકાર્ધ : તે બતાવે છે – ગાંભીર્ય, ઔદાર્ય, શૌર્યાદિ નામવાળા રથોથી સદા શોભતા એવા ઘણ ઘણના અવાજથી પુરાયેલી અશેષ દિશાઓના માર્ગવાળું, યશ, સૌષ્ઠવ, સોજન્ય, પ્રશ્રયાદિ મહાગજોથી વિલાસ પામતા કંઠના નિર્દોષથી સંરુદ્ધ ભુવનના ઉદરવાળું, બુદ્ધિનું પાટવ, વાણીનું સંયમ, નેપુણ્યાદિ તુરંગોથી મહાહષારવથી આપૂર્ણ સાજાના કર્ણ કોટરવાળું, અચાપલ-ચાલતા રહિત, મનસ્વીવાળું, દાક્ષિણ્યાદિ પદાતિઓથી અલબ્ધ અગાધ વિસ્તીર્ણ સિમિત ઉદધિના વિભ્રમવાળું, તે ચતુરંગબલ તે બંને દ્વારા વિમર્શ અને પ્રકર્ષ દ્વારા, જોવાયું. તેથી આવા પ્રકારના ચતુરંગમહાબલને જોઈને ચિત્તથી તુષ્ટ એવો પ્રકર્ષ પોતાના મામા પ્રત્યે બોલ્યો. ર૭૧થી ૨૭૫ll બ્લોક : यथेष्टमधुना माम! पूरितं मे कुतूहलम् । यदत्र किञ्चिद् द्रष्टव्यं, तत्सर्वं दर्शितं त्वया ।।२७६।। શ્લોકા : જે પ્રમાણે ઈષ્ટ છે=આપણે જવું ઈષ્ટ છે, હે મામા ! હમણાં મારું કુતૂહલ પુરાયું. અહીં જે કંઈ જોવાયું તે સર્વ તમારા વડે બતાવાયું. ૨૭૬ll શ્લોક : તથાદિदर्शितं भवचक्रं मे,नानावृत्तान्तसङ्कुलम् । महामोहादिवीर्यं च, कारणैरपरापरैः ।।२७७।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે – અનેક વૃત્તાંતથી સંકુલ અપર-અપર કારણોથી મહામોહાદિના વીર્યવાળું ભવચક્ર મને બતાવાયું. ર૭૭IL શ્લોક : विवेकपर्वतश्चायं, दर्शितो मे मनोहरः । निवेदितं च सल्लोकैः, पूर्णं सात्त्विकमानसम् ।।२७८ ।। શ્લોકાર્ય : અને મનોહર આ વિવેક પર્વત મને બતાવાયો. અને સદ્ધોકોથી પૂર્ણ સાત્વિક માનસ નિવેદિત કરાયું. ll૨૭૮II
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy