________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
इदमहो पुरलोकशताकुलं, प्रवरचूतवनावलिमध्यगम् ।
विलसतीह सुरासवपायिनां, ननु विलोकय भद्र! कदम्बकम् ।।५।। શ્લોકાર્ચ -
આશ્ચર્ય છે હે ભદ્ર, આ કદંબ વૃક્ષને તું જો. આ કદંબ વૃક્ષ સેંકડો નગરના લોકોથી આકુલ, શ્રેષ્ઠ આંબાના વનની શ્રેણીની મધ્યમાં રહેલું, અહીં દારૂ અને આસવને પીનારાઓને વિલાસ કરાવે છે. પી. શ્લોક -
मणिविनिर्मितभाजनसंस्थितैरतिविनीतजनप्रविढौकितैः । प्रियतमाधरमृष्टविदंशनैश्चषकरत्नमयूखविराजितैः ।।६।। सुरभिनीरजगन्धसुवासितैः, सुवनितावदनाम्बुरुहार्पितैः ।
विविधमद्यरसैर्मुखपेशलैः, कृतमिदं तदहो मदनिर्भरम् ।।७।। શ્લોકાર્થ :
મણિથી બનાવેલા ભાજનમાં રહેલા, અતિવિનીતજનો વડે સન્મુખ કરાયેલા, પ્રિયતમાના અધરના મૃષ્ટથી પવિત્ર થયેલ, મધપાનનાં રત્નોનાં કિરણોથી શોભિત, સુગંધી કમળના ગંધથી સુવાસિત, સુંદર સ્ત્રીઓનાં મુખરૂપી કમળથી અર્પણ કરેલા, અને મુખને સ્વાદિષ્ટ એવા વિવિધ મધ રસો વડે આ કદંબ વૃક્ષ મદથી ભરપૂર કરાયું. lls-૭ll શ્લોક :
तथाहि-पश्य वत्स! यदत्रापानकेष्वधुना वर्ततेपतन्ति पादेषु (लुठन्ति) मादिताः, पिबन्ति मद्यानि रणन्ति गायनाः ।
रसन्ति वक्त्राम्बुरुहाणि योषितामनेकचाटूनि च कुर्वते जनाः ।।८।। શ્લોકાર્ધ :
તે આ પ્રમાણે – હે વત્સ પ્રકર્ષ ! હાલમાં સુરાપાનની ગોષ્ઠિમાં જે વર્તે છે તે તું જો!– મદને પામેલા લોકો પગમાં પડે છે. (ઉઠન્તિ) પાઠ અન્ય પ્રતમાં છે તે પ્રમાણે આળોટે છે, મધને પીવે છે, ગાયનો ગાતા અવાજ કરે છે, સ્ત્રીઓનાં મુખરૂપી કમળોને ચુંબન કરે છે, જેનો અનેક ચાટુ વચનો કરે છે. llcil