________________
૨૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
पञ्चमः पुरुषो वत्स! केवलो नाम विश्रुतः ।
નિઃશેષવિસ્તારમેષ પતિ સર્વર પારરૂા. શ્લોકાર્ચ -
હે વત્સ ! પાંચમો પુરુષ કેવલ નામથી સંભળાય છે. નિઃશેષોયના વિસ્તારને આ=કેવલ, સર્વદા જુએ છે. l૨૩૫ll બ્લોક :
निर्वृतिं नगरी यान्ति, ये जना जैनसत्पुरात् ।
तेषामेष प्रकृत्यैव, नायकः पुरुषोत्तमः ।।२३६।। શ્લોકા -
જે લોકો જેનસપુરથી નિવૃતિનગરીમાં જાય છે તેઓનો પુરુષોત્તમ આ=કેવલ, પ્રકૃતિથી જ નાયક છે. ll૨૩૬ શ્લોક -
तदेष पञ्चभिर्वत्स! वयस्यैः परिवारितः ।
सद्बोधसचिवो लोके, साक्षादिव दिवाकरः ।।२३७।। શ્લોકાર્ચ -
તે કારણથી પાંચ મિત્રોથી પરિવારિત એવો આ સમ્બોધમંત્રી લોકમાં સાક્ષાત્ દિવાકર જેવો છે=સૂર્ય જેવો છે. ll૨૩૭ll
संतोषनिष्पिपासितावर्णनम् શ્લોક :
प्रकर्षणोदितं माम! स सन्तोषमहीपतिः । न दर्शितस्त्वयाऽद्यापि, यत्र मेऽत्यन्तकौतुकम् ।।२३८।।
સંતોષ અને તેની પત્ની નિષ્ક્રિપાસિતાનું વર્ણન શ્લોકાર્ધ :
પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા!તે સંતોષ મહીપતિ તમારા વડે હજી પણ બતાવાયો નથી, જેમાં મને અત્યંત કુતૂહલ છે. ll૧૩૮