SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : सर्वाहारपरित्यागानिःस्पृहं कुरुते जनम् । वीर्यं च वर्धयत्येष, कारयन्यूनभोजनम् ।।१६० ।। શ્લોકાર્ધ : આ તપોયોગ સર્વ આહારના પરિત્યાગથી મનુષ્યને નિઃસ્પૃહ કરે છે અને ન્યૂન ભોજનને= ઊણોદરીને, કરાવતો વીર્યને વધારે છે. ૧૬oll બ્લોક : अस्याऽऽदेशेन कुर्वन्ति, नानाऽभिग्रहसुन्दरम् । मुनयो वृत्तिसक्षेपं, शमसातविवर्धनम् ।।१६१।। શ્લોકાર્ચ - આના=વૃત્તિસંક્ષેપના આદેશથી મુનિઓ નાના અભિગ્રહથી સુંદર, શમરૂપી શાતાને વધારનારા એવા વૃત્તિસંક્ષેપને કરે છે. ll૧૬૧il શ્લોક - તથાरसभोगं न कुर्वन्ति, मोहोद्रेकादिकारणम् । अस्यादेशान्निषेवन्ते, कायक्लेशं सुखावहम् ।।१६२।। શ્લોકાર્ચ - અને મોહના ઉદ્રેક આદિના કારણ એવા રસભોગને કરતા નથી. આના આદેશથી રસત્યાગના આદેશથી, સુખાવહ એવા કાયક્લેશને શમભાવના સુખની પ્રાપ્તિનું કારણ એવા કાયક્લેશને, સેવે છે. ll૧૬રા. શ્લોક - कषायेन्द्रिययोगैश्च, सलीनास्तात! साधवः । विविक्तचर्यया नित्यमासते तेन चोदिताः ।।१६३।। શ્લોકાર્ચ - હે તાત ! કષાય, ઈન્દ્રિયો અને યોગ વડે સંલીન થયેલા સાધુઓ અને તેનાથી પ્રેરણા કરાયેલા=સંલીનતાથી પ્રેરણા કરાયેલા, નિત્ય વિવિક્ત ચર્યાથી બેસે છે. ll૧૬૩
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy