SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૬૩ (ii) બોધિદુર્લભભાવનાઃ વળી, સર્વજ્ઞના દર્શનમાં જ બોધિ સુદુર્લભ છે એમ જાણીને સ્થિર કરવા અર્થે મહાત્મા બોધિદુર્લભભાવના કરે છે. જેથી બોધિની પ્રાપ્તિ થઈ ન હોય તો બોધિ પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયેલી બોધિ તે પ્રકારે દૃઢ થાય કે જેથી ભવચક્રમાં તેનો વિનાશ ન થાય. આ પ્રકારે સમ્યફ બોધિદુર્લભભાવના કરવાથી ઉત્તમચિત્તની પ્રાપ્તિ થાય છે. આ રીતે જે મહાત્માઓ તે તે ભાવના દ્વારા મારે આત્માને ભાવિત કરીને મોક્ષને અનુકૂળ ચિત્ત પ્રગટ કરવું છે તેવી રુચિથી શુદ્ધબુદ્ધિપૂર્વક આ ભાવનાઓ કરે છે તે જીવો ધન્ય છે, તે જ જીવો બુદ્ધિમાન છે. ચારિત્રધર્મનું આ સુંદર ચોથું મુખ છે, જે પ્રકૃતિથી જ સર્વ સુખને કરનારું છે; કેમ કે ક્લેશનાશ દ્વારા જીવોના હિતને કરનાર આ ભગવાનનાં ચાર મુખો છે. પરમાર્થથી આ ચારિત્રધર્મ આત્માના નિરાકુળ સ્વભાવમાં વર્તનાર છે અને યોગ્ય જીવોને તેવા સ્વભાવની પ્રાપ્તિના ઉપાયભૂત ચાર પ્રકારનો ધર્મ કહે છે, તેથી અમૃત જેવો આ ચારિત્રધર્મ કોઈને દુઃખને દેનારો નથી. પરંતુ એકાંતે વર્તમાનમાં પણ સુખને દેનાર છે. આગામી સુખની પરંપરાનું કારણ છે. છતાં ભવચક્રવાસી કેટલાક પાપી જીવો આ ચારિત્રધર્મના પારમાર્થિક સ્વરૂપને જાણતા નથી. તો વળી કેટલાક જીવો આ ચાર પ્રકારના સ્વરૂપવાળા ચારિત્રધર્મની નિંદા કરે છે. તે તેઓની મૂઢતા જ છે. શ્લોક : तदेष ते महाराजश्चतुर्वदनसुन्दरः । aftતઃ સામ્રતં વચ્ચે, પરિવારમાધુના ૨૪૦પા શ્લોકાર્ચ - ચતુર્મુખથી સુંદર એવા તે આ મહારાજા તને હમણાં વર્ણન કરાયા. હવે પરિવારને હું કહીશ. ll૧૪૦]. विरति-चारित्रपञ्चकवर्णनम् શ્લોક : यैषा विलोक्यते वत्स! शुद्धस्फटिकनिर्मला । अर्धासने निविष्टाऽस्य, नारी सर्वाङ्गसुन्दरा ।।१४१।। इयं हि विरतिर्नाम, भार्याऽस्य वरभूपतेः । समानगुणवीर्या च, भूभुजाऽनेन वर्तते ।।१४२।। વિરતિ અને ચારિત્ર પંચકનું વર્ણન શ્લોકાર્ય :હે વત્સ ! શુદ્ધ સ્ફટિક જેવી નિર્મલ આના અર્ધાસનમાં બેઠેલી જે આ સર્વાગ સુંદર નારી
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy