SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ (iv) અન્યત્વભાવનાઃ વળી, શરીર, ધન વગેરે બાહ્ય પદાર્થો આત્માથી ભિન્ન છે એ પ્રકારે ભાવધર્મને બતાવનારું ચારિત્રનું મુખ છે, તેનું જેઓ ઉપયોગપૂર્વક સ્મરણ કરે છે તેઓના ચિત્તમાં શરીર વગેરે પ્રત્યે પૂર્વમાં જે સંશ્લેષ છે તે, તે પ્રકારની ભાવનાથી અત્યંત ક્ષીણ થાય છે. જેના કારણે તે તે નિમિત્તોથી ચિત્તમાં ક્લેશો થતા હતા તે અન્યત્વભાવનાથી અલ્પ અલ્પતર થાય છે. (V) અશુચિમયભાવના : વળી, શરીર અશુચિમય છે તેવો સ્પષ્ટ બોધ હોવા છતાં તે બોધ જીવની સન્મુખ વ્યક્તરૂપે આવતો નથી. પરંતુ પોતાના શરીર પ્રત્યે કે અન્યના સુરૂપ દેહ પ્રત્યે સુરૂપતાની બુદ્ધિથી જ ઉપયોગ પ્રવર્તે છે, તેથી રાગાદિ ક્લેશો વધે છે અને જેઓ શરીરની અશુચિતાનું તે રીતે ભાવન કરે છે જેથી દેખાતા શરીરોને જોઈને અશુચિનું સ્મરણ થાય જેના કારણે કોઈના દેહ પ્રત્યે રાગ થાય નહીં અને પોતાના અશુચિમય દેહ પ્રત્યે મમત્વ થાય નહીં. આ રીતે અશુચિભાવના કરીને મહાત્માઓ દેહ પ્રત્યેની સંશ્લેષ પરિણતિને ક્ષીણ ક્ષીણતર કરવા પ્રયત્ન કરે છે. (vi) સંસારભાવનાઃ વળી, સ્વજનાદિ સર્વ વર્તમાનમાં સ્વજન હોય છે તે જ અન્ય ભવમાં શત્રુ થાય છે. માતા પણ પત્ની થાય છે. ઇત્યાદિનું ભાવન કરીને તે તે સંબંધજન્ય જે સ્નેહની પરિણતિ છે તેને ક્ષીણ કરવા અર્થે મહાત્મા સંસાર ભાવના કરે છે અર્થાત્ સંસારનું આ પ્રકારનું વિલક્ષણ સ્વરૂપ છે તેથી સંસારના ભાવો પ્રત્યે નિર્વેદવાળા થઈને સુખપૂર્વક તેઓ મોક્ષમાર્ગમાં યત્ન કરવા સમર્થ બને છે. (vi & viii) આશ્રવભાવના અને સંવરભાવનાઃ વળી, પાપ કરનારા જીવોને કર્મનું આગમન થાય છે તેથી આસવો જીવને સંસારમાં વિડંબના કરનારા છે તેમ ભાવન કરીને મહાત્માઓ નિષ્પાપ ચિત્તને પ્રગટ કરવા યત્ન કરે છે. વળી, પાપથી નિવૃત્ત થયેલા જીવો ઉત્તમ આચારને સેવીને સંવરને પામે છે એ પ્રકારે બુદ્ધિને સ્પર્શે તે રીતે સંવરભાવના કરીને મહાત્માઓ દઢ પ્રણિધાનપૂર્વક સદાચારની સેવનાને અનુકૂળ વીર્યનો સંચય કરે છે. જેથી પૂર્વ પૂર્વ કરતાં સંવરની વૃદ્ધિ થાય છે. (ix) નિર્જરાભાવનાઃ વળી વિવેકપૂર્વકના સેવાયેલા તપથી સતત કર્મની નિર્જરા થાય છે તેમ ભાવન કરીને શક્તિના પ્રકર્ષથી ઉચિત તપ કરવાનું બળ મહાત્માઓ સંચય કરે છે. જેથી નિર્જરાને અનુકૂળ પરિણતિ નિર્જરાભાવનાથી પ્રગટે છે. (૮) લોકસ્વરૂપભાવનાઃ વળી, સંસારમાં સર્વ સ્થાનોમાં જીવ જન્મે છે, મરે છે. સર્વ પુદ્ગલોનું ભક્ષણ જીવે અનંતી વખત કર્યું છે. એ પ્રકારનું જે ભાવન છે તે લોક સ્વરૂપ ભાવના છે જેનું ભાવન કરવાથી જગતના વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળદૃષ્ટિ પ્રગટે છે અને જગતના વાસ્તવિક સ્વરૂપને જોવાથી મોહથી થનારી મૂઢતા દૂર થાય છે, તેથી લોક સ્વરૂપ ભાવના દ્વારા પણ તત્ત્વને જોનારી દૃષ્ટિને મહાત્માઓ સ્થિર કરે છે. | (i) ધર્મભાવના સંસારસાગરથી ઉદ્ધારને કરનાર ભગવાનનો ધર્મ સુદુર્લભ છે આથી જ કોઈ ભવમાં જિનોદિત ધર્મ પ્રાપ્ત થયો નથી એ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરીને દુર્લભ એવા ધર્મના હાર્દને જાણવા યત્ન કરે છે.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy