________________
૧૬૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
बहिरङ्गं भवेदस्यास्तात ! चित्रं प्रयोजकम् । वैरूप्यदुःस्वभावत्वदुष्कर्मवचनादिकम् ।। २५१।।
શ્લોકાર્થ ઃ
હે તાત ! આનું=દુર્ભગતાનું, વૈરૂપ્ય, દુઃસ્વભાવત્વ, દુષ્કર્મવચનાદિક ચિત્ર પ્રયોજક બહિરંગ
થાય. II૨૫૧૩૫
શ્લોક ઃ
तत्तु नैकान्तिकं ज्ञेयं, स एव परमार्थतः । हेतुरैकान्तिकोऽमुष्या, नामनामा महीपतिः ।। २५२ ।। वीर्यं तु वर्णयन्त्यस्या, ज्ञाततत्त्वा मनीषिणः । अवल्लभमतिद्वेष्यं, यदेषा कुरुते जनम् ।। २५३ ।।
શ્લોકાર્થ :
વળી તે=બહિરંગ અંગો, એકાંતિક જાણવાં નહીં, પરમાર્થથી તે જ નામ નામનો રાજા એકાંતિક આનો=દુર્ભગતાનો, હેતુ છે. વળી, જ્ઞાતતત્ત્વવાળા મનીષીઓ આના=દુર્ભગતાના, વીર્યને વર્ણન કરે છે, જે કારણથી આ=દુર્ભગતા, અપ્રિય, અતિદ્વેષ્ય=અત્યંત દ્વેષ કરવા યોગ્ય, એવા જનને કરે છે. II૨૫૨-૨૫૩]I
શ્લોક ઃ
दीनताऽभिभवो लज्जा, चित्तदुःखासिकाऽतुला । न्यूनता लघुता वेषविज्ञानफलहीनता ।। २५४।। इत्याद्याः परिवारेऽस्या, भवन्ति बहवो जनाः । पुरेऽत्र यद्बलादेषा, बम्भ्रमीति बलोद्धुरा ।। २५५ ।। શ્લોકાર્થ ઃ
દીનતા, અભિભવ, લજ્જા, અતુલ ચિત્તમાં દુઃખાસિકા, ન્યૂનતા, લઘુતા, વેષ, વિજ્ઞાન અને ફલની હીનતા ઈત્યાદિ આના પરિવારમાં=દુર્ભગતાના પરિવારમાં, ઘણા લોકો છે. આ પુરમાં= ભવચક્રરૂપ નગરમાં, જેના બલથી બલઉત્ક્રુર એવી આ દુર્ભાગતા ફરે છે. II૨૫૪-૨૫૫।।
શ્લોક ઃ
अस्ति प्रयुक्ता तेनैव, सुप्रसन्नेन देहिनाम् ।
नाम्ना सुभगता नाम्ना, प्रख्याता जनमोदिनी ।। २५६ ।।