________________
૧૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
ते च पापोदयेनैषामुपाया बहवोऽप्यलम् ।
प्रबलेन विपाट्यन्ते, खे घना इव वायुना ।।२४३।। શ્લોકાર્ચ -
અને આમના તે ઘણા પણ ઉપાયોધનની આશાથી પ્રયત્ન કરનારા જીવોના ઘણા પણ ઉપાયો, પ્રબલ એવા પાપોદય વડે વિરાટન કરાય છે. જેમ આકાશમાં ઘન વાદળાં પણ વાયુથી વિપાટન કરાય છે. ર૪all શ્લોક :
ततो च रुण्टन्त्यमी मूढाः, खिद्यन्ते मनसाऽधिकम् ।
शोचन्ति पुरतोऽन्येषां, वाञ्छन्ति परसम्पदः ।।२४४।। શ્લોકાર્ચ -
તેથી મૂઢ એવા આ દરિદ્રતાને પામેલા જીવો, રખડે છે. મનથી અધિક ખેદ પામે છે. બીજાની આગળ શોક વ્યક્ત કરે છે. પરસંપત્તિને ઈચ્છે છે. ર૪૪ll શ્લોક :
कुतो घृतं कुतस्तैलं, कुतो धान्यं क्व चेन्धनम् ? ।
कुटुम्बचिन्तया दग्धा, इति रात्रौ न शेरते ।।२४५।। શ્લોકાર્ચ -
ક્યાંથી ઘી, ક્યાંથી તેલ, ક્યાંથી ધાન્ય, અને ક્યાં ઈંધન ? એ પ્રકારની કુટુંબની ચિંતાથી બળેલા રાત્રિમાં સૂતા નથી=ધન નહીં હોવાથી કોનાથી ઘી ખરીદીશ, કોનાથી તેલ ખરીદીશ, કોનાથી ધાન્ય ખરીદીશ. ક્યાં બળતણ મળશે ઈત્યાદિ કુટુંબની ચિંતાથી બળેલા રાત્રિમાં સુખે સૂતા નથી. ||ર૪પી. શ્લોક :
कुर्वन्ति निन्द्यकर्माणि, धर्मकर्मपराङ्मुखाः ।
व्रजन्ति शोच्यतां लोके लघीयांसस्तृणादपि ।।२४६ ।। શ્લોકાર્ય :
ધર્મકર્મોથી પરાભુખ એવા તેઓ નિંધ કર્મોને કરે છે. તૃણથી પણ હલકા તેઓ લોકમાં શોધ્યતાને પામે છે. Il૨૪૬ll