________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
ઘણા પૈસાના સમૂહથી ભરપૂર, જનસમૂહમાં અધિક, ઉદ્દામ લીલાથી લોકને સુખિત, માન્ય, કરે છે. II૨૩૮ા
શ્લોક ઃ
इयं हि चेष्टते तात ! परिवारसमेयुषी । तदुद्दलनचातुर्यमाबिभ्राणा दरिद्रता ।। २३९ ।।
શ્લોકાર્થ :
હે તાત ! પરિવારથી યુક્ત, તેના ઉદ્દલનના ચાતુર્યને ધારણ કરતી=ઐશ્વર્યના ઉદ્દલનના ચાતુર્યને ધારણ કરતી એવી આ દરિદ્રતા ચેષ્ટા કરે છે=ઐશ્વર્યના નાશની ચેષ્ટા કરે છે. II૨૩૯II
શ્લોક ઃ
न तेन सार्धमेतस्याः, सहावस्थानमीक्ष्यते ।
एतत्त्रासादसौ वत्स ! दूरतः प्रपलायते । । २४० ॥
૧૫૭
શ્લોકાર્થ ઃ
તેની સાથે=ઐશ્વર્યની સાથે, આનું=દરિદ્રતાનું, સાથે અવસ્થાન જોવાતું નથી. આના ત્રાસથી= દરિદ્રતાના ત્રાસથી, આ=ઐશ્વર્ય, હે વત્સ ! દૂરથી પલાયન થાય છે. II૨૪૦II
શ્લોક ઃ
ततोऽनया हतैश्वर्यास्ते जना दुःखपीडिताः ।
गाढं विह्वलतां यान्ति, विधुरीभूतमानसाः । । २४१ ।।
શ્લોકાર્થ :
તેથી આના વડે=દરિદ્રતા વડે, હત ઐશ્વર્યવાળા તે લોકો દુઃખથી પીડિત, વિધુરીભૂત માનસવાળા ગાઢ વિશ્વલતાને પામે છે. II૨૪૧||
શ્લોક ઃ
दुराशापाशबद्धत्वाद्, भूयो धनलवेच्छया ।
નાનોવાયેg, વર્તો, તામ્યન્તિ = વિવાનિશમ્ ।।૨૪।।
શ્લોકાર્થ :
દુરાશા, પાશથી બદ્ધપણું હોવાને કારણે, ફરી ધનલવની ઇચ્છાથી નાના ઉપાયોમાં વર્તે છે= દરિદ્રતાને પામેલા જીવો વર્તે છે અને દિવસ-રાત પીડાને પામે છે. II૨૪૨।।