________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
~િ
तवानुरोधतो वत्स ! कथाप्येषा मया कृता ।
स्वयं त्वमीषां नामापि, नाहमाख्यातुमुत्सहे ।। २११ । ।
શ્લોક ઃ
શ્લોકાર્થ :
વળી, હે વત્સ ! તારા અનુરોધથી=તારા આગ્રહથી, મારા વડે આ કથા કરાઈ. સ્વયં આમનાં નામ પણ=ખલતાના દોષોનાં નામ પણ, હું કહેવા માટે ઉત્સાહવાળો નથી. ।।૨૧૧||
कुरूपताक्रूरता
तदेषा खलता तात ! लेशतो गदिता मया ।
निबोध साम्प्रतं वत्स ! वर्ण्यमानां कुरूपताम् ।।२१२।।
કુરૂપતાની ક્રૂરતા
૧૫૧
શ્લોકાર્થ :
તે કારણથી હે તાત પ્રકર્ષ ! આ ખલતા મારા વડે લેશથી કહેવાઈ. હે વત્સ ! હવે વર્ણન કરાતી કુરૂપતાને તું સાંભળ. II૨૧૨II
શ્લોક ઃ
योऽसौ ते पूर्वमाख्यातो, नामनामा महीपतिः ।
स दौष्ट्येन युनक्त्येनां, भवचक्रे कुरूपताम् ।।२१३ ।।
શ્લોકાર્થ :
જે આ તને પૂર્વમાં કહેવાયેલો નામ નામનો રાજા=નામકર્મ નામનો રાજા, તે દુષ્ટતાથી ભવચક્રમાં આ કુરૂપતાને યોજન કરે છે. II૨૧૩II
શ્લોક ઃ
बाहुविध्यं दधत्युच्चैर्बहिरङ्गानि भावतः ।
તસ્યેવાવેશારીળિ, યાન્વસ્થા: જારણાનિ મોઃ! ।।૨૪।।
શ્લોકાર્થ :
તેના જ=કુરૂપતા આપાદક નામકર્મના જ, આદેશને કરનારાં ભાવથી બહિરંગ અંગો બાહુવિધ્યને અત્યંત કરે છે=નામકર્મ કરે છે. જે આનાં=કુરૂપતાનાં કારણો છે. II૨૧૪I