SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तन्निजास्तु तथा कृत्वा, रोदनाक्रन्दगुन्दलम् । लगन्ति स्वीकृत्येषु, खादन्ति च पिबन्ति च ।। १८८ ।। विभजन्ते धनं भागैः युध्यन्ते च तदर्थिनः । सारमेया इवासाद्य, किञ्चिदामिषखण्डकम् ।।१८९।। શ્લોકાર્થ : વળી તેમના નિજપુરુષો તે પ્રમાણે રુદન, આક્રંદથી ગુંદલ કરીને=રોકકળ કરીને, પોતાના કૃત્યોમાં લાગે છે. અને ખાય છે, પીએ છે, ભોગોથી ધનનો વિભાગ કરે છે અને કંઈક આમિષખંડને= માંસના ટુકડાને, પામીને સારમેયની જેમ=કૂતરાની જેમ, તેના અર્થીઓ=મૃત્યુ પામેલા પુરુષના ધનના અર્થીઓ, યુદ્ધ કરે છે. II૧૮૮-૧૮૯।। શ્લોક ઃ શ્લોક ઃ तदर्थं तु कृताघौघास्ते जनाः दुःखकोटिभिः । केवलाः परिपीड्यन्ते मृत्यादिष्टा बहिर्गताः । । १९० ।। શ્લોકાર્થ ઃ વળી તેના માટે=તે ધનના માટે કરાયેલા પાપના સમૂહવાળા તે જીવો મૃત્યુથી પ્રાપ્ત કરાયેલા બીજા ભવમાં ગયેલા સેંકડો દુઃખોથી કેવલ પીડાય છે. II૧૯૦|| શ્લોક ઃ एवं च स्थिते निवेदिता मृतिर्वत्स ! नानाकारेषु धामसु । संचार्यते यया लोको, भवचक्रे मुहुर्मुहुः । । १९१ ।। શ્લોકાર્થ ઃ આ પ્રમાણે સ્થિત હોતે છતે, હે વત્સ પ્રકર્ષ ! મૃતિ નિવેદન કરાઈ. જેના વડે=જે મૃતિ વડે, લોકો ભવચક્રમાં અનેક આકારવાળાં સ્થાનોમાં વારંવાર સંચાર કરાય છે. ।।૧૯૧।। खलताऽऽख्यानम् अधुना वर्ण्यमानेयं, खलताऽप्यवधार्यताम् । एतत्स्वरूपविज्ञाने, यद्यस्ति तव कौतुकम् । । १९२ । ।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy