SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अतस्तां जीविकां हत्वा, मृतिरेषा सुदारुणा । लोकं स्वस्थानतोऽन्यत्र, प्रेषयत्येव लीलया ।।१८४ ।। શ્લોકાર્ચ - આથી તે જીવિકાને હણીને સુદારુણ એવી આ કૃતિ લોકને સ્વસ્થાનથી અન્યત્ર લીલાથી મોકલે જ છે. ll૧૮૪ll શ્લોક : प्रहिताश्च तथा यान्ति, दृश्यन्ते न यथा पुनः । नीयन्ते च तथा केचिद्यथाऽसौ रिपुकम्पनः ।।१८५।। શ્લોકાર્ચ - અને મોકલાયેલા=મૃતિથી પરસ્થાનમાં મોકલાયેલા, તે પ્રકારે જાય છે જે પ્રકારે ફરી દેખાતા નથી. અને તે પ્રકારે કેટલાક લઈ જવાય છે જે પ્રમાણે આ રિપકંપન. ll૧૮પી શ્લોક : व्रजन्तश्च धनं गेहं, बन्धुवर्गं परिच्छदम् । सर्वं विमुच्य गच्छन्ति, मृत्यादेशेन ते जनाः ।।१८६।। શ્લોકાર્ચ - મૃત્યુના આદેશથી જતા=પરલોકમાં જતા, તે જીવો ધન, ગૃહ, બંધુવર્ગ, પરિવાર સર્વને છોડીને જાય છે. II૧૮૬ll શ્લોક : एकाकिनः कृतोद्योगाः, सुकृतेतरशम्बलाः । दीर्घ मार्गं प्रपद्यन्ते, सुखदुःखसमाकुलम् ।।१८७।। શ્લોકાર્ચ - એકાકી, કૃત ઉધોગવાળા, સુકૃતના અને ઈતરના દુકૃતના ભાતાવાળા, સુખ-દુઃખથી સમાકુલ એવા દીર્ઘમાર્ગને પ્રાપ્ત કરે છે=મૃતિના આદેશથી જે જીવો વર્તમાનના ભવને છોડીને જાય છે તેઓએ આ ભવમાં જે ઉઘોગ કરેલ છે તેને અનુરૂપ પુણ્ય અને પાપ રૂપે ભાતું પ્રાપ્ત કર્યું છે અને તે પ્રમાણે જન્માંતરમાં સુખ-દુઃખથી યુક્ત દીર્ઘમાર્ગને પ્રાપ્ત કરે છે. ll૧૮૭ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy