________________
૧૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
विमर्शः प्राह तत्तुभ्यमादावेव निवेदितम् ।
मया यथाऽन्तरयत्ता बहिरङ्गा इमे जनाः ।।३५ ।। શ્લોકાર્ચ -
વિમર્શ કહે છે – તને આદિમાં જ મારા વડે તે નિવેદન કરાયેલું. જે પ્રમાણે અંતરંગ જનોને આધીન આ બહિરંગ જનો છે. ll૧૫ll શ્લોક :
ततश्चेदं तथा पूर्वं, हर्षेण प्रविनाटितम् । अधुना नाटयत्येवं, विषादोऽसौ वराककम् ।।३६।।
શ્લોકાર્ધ :
તેથી આ=વાસવદત્તનું ઘર, પૂર્વમાં તે પ્રકારે હર્ષ વડે નચાવાયું. હમણાં આ વિષાદ વરાકનેક વાસવદત્તના ઘરને, આ રીતે નચાવે છે. II3II શ્લોક :
तदत्र भवने लोकाः, किं कुर्वन्तु तपस्विनः? ।
ये हि हर्षविषादाभ्यां, क्षणार्धेन विनाटिताः ।।३७।। શ્લોકાર્ચ -
તે કારણથી આ ભવનમાં તપસ્વી એવા લોકો દુઃખી એવા લોકો, શું કરે ? દિકજે કારણથી, જેઓ હર્ષ અને વિષાદ દ્વારા અર્ધક્ષણથી નચાવાયા. ll૩૭ll શ્લોક :
प्रकर्षः प्राह किं गुह्यं, कर्णाभ्यर्णविवर्तिना ।
अनेन वासवस्याऽस्य, पुरुषेण निवेदितम् ? ।।३८ ।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે. કર્ણ પાસે રહેલા એવા આ પુરુષ વડે આ વાસવને શું ગુહ્ય નિવેદન કરાયું ? II3૮II.
શ્લોક :
विमर्शनोदितं वत्स!, समाकर्णय साम्प्रतम् । अस्त्यस्य वर्धनो नाम, पुत्रो हृदयवल्लभः ।।३९।।