________________
૧૦૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ चणकपुराधिपतिरेव तीव्रो नाम राजा गतो रिपूणामुपरि, विक्षेपेण लग्नमायोधनं, जिता रिपवः । इतश्च निर्गते तस्मिन्नास्थायिकायां प्रस्तुताऽनेन राजकथा यदुत प्रबलास्ते रिपवः, पराभविष्यन्ति राजानं, आगमिष्यन्ति ते पुरलुण्टनार्थं, ततो यथाशक्त्या पलायध्वं यूयम् । तदाकर्ण्य नष्टं समस्तं पुरं, समागतो राजा, दृष्टं तनिरुद्वसं चणकपुरं, किमेतदिति पृष्टमनेन, कथितः केनचिद् व्यतिकरः, कुपितो दुर्मुखस्योपरि तीव्रनरेन्द्रः, ततः पुनरावासिते पुरे प्रख्याप्य तं दुर्वचनभाषणलक्षणमपराधं पौराणामेवंविधोऽस्य दण्डो निर्वतितो राज्ञेति ।
વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! સાંભળ, આ પુરુષ આ જ માનવઆવાસની અંદર ચણક નગરમાં વસતારો મહાધતવાળો સુમુખ સામતો સાર્થવાહ છે. અને આ બાલ્યકાલથી માંડીને વાણીની કઠોરતાનો વ્યસની છે. તેથી લોકો વડે ગુણનિષ્પન્ન એવા તેનું દુર્મુખ એ પ્રમાણે નામ પ્રસિદ્ધ કર્યું. અને આને દુર્મુખને, પ્રકૃતિથી જ સ્ત્રીકથા ગમે છે. ભક્તકથા રુચે છે. રાજકથા મનને અભીષ્ટ છે. દેશકથા હૃદયગત છે. સર્વથા જલ્પ થયે છતે કોઈ રીતે પોતાનું મુખ ધારણ કરવા સમર્થ નથી. અને આ બાજુ ચણકપુરનો અધિપતિ જ તીવ્ર નામનો રાજા શત્રુઓ ઉપર લડવા ગયો. વિક્ષેપને કારણે યુદ્ધ કરવા લાગ્યો. શત્રુઓ જિતાયા. અને તીવ્ર નામનો રાજા યુદ્ધ કરવા નીકળેલો હોતે છતે, ચોરામાં આના વડદુર્મુખ વડે, રાજકથા પ્રસ્તુત કરાઈ. શું કહેવાયું ? તે “યહુતીથી બતાવે છે – તે શત્રુઓ પ્રબલ છે, રાજાનો પરાભવ કરશે. તેઓ પુરને લૂંટવા માટે આવશે. તેથી તમે યથાશક્તિ પલાયન થાઓ. તે સાંભળીને સમસ્ત નગર નાસી ગયું. રાજા આવ્યોઃયુદ્ધ જીતીને રાજા આવ્યો, તે ચણકપુર ઉજ્જડ જોવાયું. આ શું છે એ પ્રમાણે આના વડે=રાજા વડે, પુછાયું. કોઈક વડે વ્યતિકર કહેવાયો–દુર્મુખે જે કહેલો તે પ્રસંગ કહેવાયો. દુર્મુખના ઉપર તીવ્ર નરેન્દ્ર કોપ પામ્યો. ત્યારપછી ફરી વગર લોકોથી આવાસિત થયે છતે તે દુર્વચનભાષણ લક્ષણ અપરાધને લોકોને કહીને આને દુર્મુખને, રાજા વડે દંડ કરાયો. શ્લોક :
प्रकर्षेणोदितं माम! महाकष्टकमीदृशम् ।
यदुर्भाषणमात्रेण, संप्राप्तोऽयं वराककः ।।१।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! દુર્ભાષણ માત્રથી જે આવા પ્રકારનું મહાકષ્ટ આ વરાક પામ્યો. ||૧|.
શ્લોક :
मातुलेनोदितं वत्स! विकथाऽऽसक्तचेतसाम् । अनियन्त्रिततुण्डानां, कियदेतद्दुरात्मनाम् ? ।।२।।