SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેનાથી બોધ થાય છે કે આત્મામાં ઇચ્છા નામનો રોગ છે. ઇચ્છા જે જે દિશામાં વળે છે તે પ્રકારની પ્રવૃત્તિ કરવા જીવને પ્રેરણા કરે છે અને તે ઇચ્છા પ્રકર્ષને પામે છે ત્યારે જીવ અત્યંત મૂઢ બને છે. આથી જ શ્રેષ્ઠીનો પુત્ર જુગારમાં સર્વસ્વ હારે છે તોપણ જીતવાની ઇચ્છાથી મસ્તક મૂકીને કમોતે મરે છે. આ રીતે મરીને વર્તમાનનો ભવ નિષ્ફળ કરે છે અને દુર્ગતિઓમાં અનેક કટુ ફળો પ્રાપ્ત કરે છે. માટે સંસારમાં અલ્પ પણ ઇચ્છા વૃદ્ધિ પામીને સર્વ અનર્થની પ્રાપ્તિ કરાવે છે, તેથી ઇચ્છાને પરવશ થઈ જુગાર રમીને આ ભવ અને પરભવ નિષ્ફળ કરે છે. વળી, અન્ય બાજુ વિવેક પર્વતથી તેઓને દેખાય છે કે કોઈક રાજા શિકાર રમવાના શોખના બળથી વર્તમાનનો ભવ પણ અત્યંત દયાજનક પસાર કરે છે. અને પરભવમાં નરકની પ્રાપ્તિ કરે છે. તે સર્વનું કારણ શિકાર કરવાનું વ્યસન અને માંસ ખાવાની લાલસા પ્રબળ હતાં. આથી જ રાજ કુળમાં જન્મીને પણ લલન રાજા શિકાર અને માંસ ખાવાના વ્યસનથી કમોતે મરીને નરકરૂપ અંધ કૂવામાં જઈને પડે છે. विकथाफलम् શ્લોક : इतश्च राजपुरुषैर्जिह्वामुत्पाट्य दारुणैः । तप्तं तानं नरः कश्चित्पाय्यमानो निरीक्षितः ।।५७।। વિકથાનું ફલ શ્લોકાર્ચ - અને આ બાજુ દારુણ રાજપુરુષો વડે જિલ્લાનું ઉત્પાદન કરીને કોઈક મનુષ્ય તપાવેલું સીસું પિવડાવાતો જોવાયો=પ્રકર્ષ અને વિમર્શ દ્વારા તેવો પુરુષ જોવાયો. પછી બ્લોક : ततो दयापरीतात्मा, प्रकर्षः प्राह मातुलम् । हा हा किमेष पुरुषो, निघृणैर्माम! पीड्यते? ।।५८।। શ્લોકાર્ધ : તેથી દયાપરીત–દયાથી યુક્ત, સ્વરૂપવાળો પ્રકર્ષ મામાને કહે છે. અરે અરે, આ પુરુષ નિધૃણ પુરુષો દ્વારા હે મામા ! કેમ પીડા કરાય છે ? I૫૮l. विमर्शेनोक्तं- भद्र! आकर्णय, अयं पुरुषोऽत्रैव मानवावासान्तर्भूते चणकपुरे वास्तव्यो महाधनः सुमुखो नाम सार्थवाहः, अयं च बालकालादारभ्य वाक्पारुष्यव्यसनी, ततो लोकैर्गुणनिष्पन्नमस्य दुर्मुख इति नाम प्रतिष्ठितं, प्रकृत्यैव चास्य प्रतिभासते स्त्रीकथा, रोचते भक्तकथा, मनोऽभीष्टा राजकथा, हृद्दयिता देशकथा । सर्वथा जल्पे सति न कथञ्चिन्निजतुण्डं धारयितुं पारयति । इतश्च
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy