________________
८०
श्लोड :
तत्र च -
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
सत्कान्तियुक्तनक्षत्रग्रहसङ्घातवेष्टितम् ।
प्रकाशितदिगाभोगं, साक्षादिव निशाकरम् ।। २५ ।। रक्ताशोकतरुस्तोमपरिवारितविग्रहम् ।
यथेष्टफलदं साक्षाज्जङ्गमं कल्पपादपम् ।। २६ ।। उन्नतं विबुधावासं, कुलशैलविवेष्टितम् । हेमावदातं सुखदं, सुमेरुमिव गत्वरम् ।।२७।। कुवादिमत्तमातङ्गमदनिर्णाशकारणम् ।
वृतं सत्करिवृन्देन, निर्मदं गन्धवारणम् ।।२८।। अथ साधूचिते देशे, रक्ताशोकतलस्थितम् । सत्साधुसङ्घमध्यस्थं, कुर्वाणं धर्मदेशनाम् ।। २९।। शुभार्पितं यथा धन्यो, निधानं रत्नपूरितम् ।
विचक्षणाख्यमाचार्यं, स नरेन्द्रो व्यलोकयत् ।। ३० ।। षड्भिः कुलकम् ।।
श्लोकार्थ :
અને ત્યાં સત્ક્રાંતિ યુક્ત નક્ષત્ર ગ્રહ સંઘાતથી વેષ્ટિત, પ્રકાશિત કર્યો છે દિશાઓનો વિસ્તાર જેણે એવા, સાક્ષાત્ ચંદ્ર જેવા, રક્ત, અશોક તરુના સમૂહથી પરિવારિત દેહવાળા, યથેષ્ટ ફલને દેનાર, સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ જેવા, દેવલોકના આવાસ જેવા ઉન્નત, કુલશૈલથી વેષ્ટિત, સુવર્ણ જેવા સુંદર, સુખને દેનારા, ગતિવાળા સુમેરુની જેવા કુવાદિ રૂપી મત્ત થયેલા હાથીના મદના નાશનું કારણ, સુંદર હાથીના વૃંદથી વૃત, મદ રહિત ગંધહસ્તિ એવા, સત્ સાધુના સંઘના મધ્યમાં રહેલા, ધર્મદેશનાને કરતા, સાધુને ઉચિત દેશમાં રક્તઅશોકતલની નીચે બેઠેલા, શુભથી અર્પિત, રત્નથી પૂરિત નિધાન જેવા વિચક્ષણ નામના આચાર્યને જે પ્રમાણે ધન્ય પુરુષ જુએ તે પ્રમાણે તે રાજાએ જોયા=નરવાહન રાજાએ જોયા. II૨૫થી ૩૦II
श्लोड :
अथ तं तादृशं वीक्ष्य, सूरिं निर्मलमानसः । नरवाहनराजेन्द्रः परं हर्षमुपागतः । । ३१ । ।
श्लोकार्थ :
હવે તેવા સૂરિને જોઈને નિર્મલમાનસવાળા નરવાહન રાજા અત્યંત હર્ષને પામ્યા. ||39||