________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
૭૧
કરાયો જ. અને મારા વડે વિચારાયું – અરે ! મનુષ્ય ! સ્ત્રીના વિનાશમાં તું કેમ રડે છે. તેથી હું= રિપુદારણ, તૂષ્ણીભાવથી રહ્યો.
इतश्च कन्दलिकया चिन्तितं - किमिति स्वामिनी नागच्छति ? तद्गच्छाम्यहं तदन्वेषणार्थं, ततः कुतश्चिन्निश्चित्य प्राप्ता साऽपि तं प्रदेशं, ततो दृष्ट्वा विमलमालतीनरसुन्दर्यौ तथा लम्बमाने, कृतस्तया हाहारवः, मिलितं सतातं नगरं समुच्छलितः कोलाहलः, किमेतदिति पृष्टा कन्दलिका, निवेदितं तया सर्वं यथावृत्तम् ।
આ બાજુ કંદલિકા વડે=દાસી વડે વિચારાયું કયા કારણથી સ્વામિની=વિમલમાલતી, આવતી નથી ? તેથી હું તેની અન્વેષણા માટે જાઉં. ત્યારપછી કોઈક રીતે નિશ્ચય કરીને તે પણ=દાસી પણ, તે પ્રદેશને પામી. ત્યારપછી વિમલમાલતી અને નરસુંદરીને લટકતી જોઈને તેણી વડે હાહારવ કરાયો. તાત સહિત નગર મિલિત થયું. સમુચ્છલિત કોલાહલ થયો. આ શું છે ? એ પ્રમાણે કંદલિકા પુછાઈ. તેણી વડે સર્વ યથા પ્રસંગ નિવેદિત કરાયો.
राजकृतनिष्काशनं जननिन्दा च
-
अत्रान्तरे संपन्नः स्फुटतरचन्द्रालोकः, ततो दृष्टे तथैवोल्लम्बमाने सर्वलोकेनाम्बानरसुन्दर्यौ । विलोकितोऽहमपि स्वकर्मत्रस्ततया भग्नगतिप्रसरो नष्टवाणीकस्तत्रैव लीनो वर्तमानश्छन्नप्रदेशे, जातः संप्रत्ययः, धिक्कारितोऽहं जनेन, कारितं तातेनाऽम्बानरसुन्दर्योर्मृतककार्यम् ।
નરવાહનરાજા વડે કરાયેલ રિપુદારણનું નિષ્કાશન અને જનનિંદા
એટલામાં સ્પષ્ટતર ચંદ્રનો આલોક થયો. તેથી તે પ્રમાણે લટકતા સર્વ લોકો વડે માતા અને નરસુંદરી જોવાયાં. હું પણ સ્વકર્મથી ત્રસ્તપણાને કારણે ભગ્નગતિપ્રસરવાળો, નષ્ટવાણીવાળો, ત્યાં જ લીન થયેલો, ગુપ્ત પ્રદેશમાં વર્તતો જોવાયો. સંપ્રત્યય થયો=બધાને વિશ્વાસ થયો. હું લોકો વડે ધિક્કાર કરાયો. પિતા વડે માતા અને નરસુંદરીનું મૃતક કાર્ય કરાયું.
શ્લોક ઃ
ततस्तत्तादृशं वीक्ष्य, मदीयं कर्म दारुणम् ।
तातः शोकभराऽऽक्रान्तस्तदैवं चिन्तयत्यलम् ।।१।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી તે મારું તેવું દારુણ કર્મ જોઈને શોકભરથી આક્રાંત એવા પિતા ત્યારે આ રીતે અત્યંત વિચારે છે. ||૧||