________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ નિષેધની ઇચ્છા કરે છે=જન્માંતરમાં આવો વ્યતિકર ન થાઓ એવી ઇચ્છા કરે છે, અને અહીં=નરસુંદરીના પ્રસંગમાં મારો વ્યતિકર=મારો પ્રસંગ, પ્રસ્તુત છે. તેથી આ પાપી વડે=આ પાપી તરસુંદરી વડે, મરાય, મને શું ? તેથી લબ્ધપ્રસરને કારણે=ચિત્તમાં માનકષાય પ્રસર થયેલ હોવાને કારણે, મારા હૃદયમાં માનકષાયથી સ્વવિલેપન હસ્તક અપાયો=મને અક્કડ બનાવ્યો. તેના માહાત્મ્યથી=માનકષાયના વિલેપનના માહાત્મ્યથી, હું તેણીના પ્રત્યે=નરસુંદરી પ્રત્યે, કાષ્ઠની જેમ નિષ્ઠિતાર્થવાળો રહ્યો=તેણીના મૃત્યુની ઉપેક્ષા કરી. ત્યારપછી નરસુંદરી વડે પોતાનો આત્મા પ્રવાહિત કરાયો. પાશક પુરાયું. લટકવા માટે પ્રવૃત્ત થઈ. નયન બહાર નીકળ્યાં. શ્વાસમાર્ગ નિરુદ્ધ થયો, ગ્રીવા વક્રીકૃત થઈ=વાંકી થઈ. ધમનીનો જાલ આકૃષ્ટ થયો. અંગો શિથિલ થયાં. શ્રોતાદિ વડે સમસમાયિત થયું. મુખ નિર્વાદિત થયું=અવાજ રહિત થઈ. તે વરાકી પ્રાણથી રહિત થયું. આ બાજુ ભવનથી નીકળતી નરસુંદરી માતા વડે જોવાઈ. હું તેને અનુયાયી છું. આવા વડે વિચારાયું=માતા વડે વિચારાયું. ખરેખર ભગ્ન પ્રણયવાળી આ=તરસુંદરી, રોષ પામેલી મારી વધૂ ક્યાંક જાય છે. વળી આના પ્રસાદન માટે મારો પુત્રક પાછળમાં લાગેલો છે. ત્યારપછી દૂર ગયેલા અમારા બેના અનુમાર્ગથી માતા પણ તે શૂન્યઘરમાં આવી. તે પ્રકારે લટકતી નરસુંદરી જોવાઈ. આવા વડે=માતા વડે વિચારાયું. હા હા હું હણાઈ છું, ખરેખર મારા પુત્રની પણ આ વાર્તા છે=મારા પુત્રનું આ પરાક્રમ છે, અન્યથા આણીતી=નરસુંદરીની, આ પ્રકારની વ્યવસ્થિતિમાં તે=મારો પુત્ર, કઈ રીતે મૌન રહે ? વળી શૈલરાજ સંબંધી અવલેપનના દોષથી જ મારા વડે અવસ્તુના આગ્રહમાં તત્પર આ=તરસુંદરી, છે એ પ્રમાણે તેણીની અવગણના કરાઈ. તેથી મારા જોતાં જ શોકના ભારથી અંધ એવી માતા વડે પણ તે પ્રમાણે આત્મા નાશ કરાયો. તેથી ભયના સંતાપથી જ મારું સ્તબ્ધચિત્ત નામનું તે હૃદયનું અવલેપન ત્યારે થોડુંક શુષ્ક થયું. હું પશ્ચાત્તાપથી ગ્રહણ કરાયો. શોકભરથી આક્રાંત થયો.
શ્લોક :
૭૦
ततः स्वाभाविकस्नेहविह्वलीभूतमानसः ।
क्षणं विधातुमारब्धः, प्रलापमतिदारुणम् ।।१।।
શ્લોકાર્થ :
તેથી સ્વાભાવિક સ્નેહથી વિહ્વલીભૂત માનસવાળા એવા મેં ક્ષણ અતિદારુણ પ્રલાપ કરવા માટે આરંભ કર્યો. ||૧||
तथाऽप्यतिप्रौढतया निजमाहात्म्येन कृत एव मे शैलराजेन चित्तावष्टम्भः, चिन्तितं च मया - अये ! मनुष्य ! कथं स्त्रीविनाशे रोदिषीति, ततः स्थितोऽहं तूष्णींभावेन ।
તોપણ નિજમાહાત્મ્યથી અતિ પ્રૌઢપણું હોવાને કારણે=મારામાં વર્તતા માનકષાયના પોતાના માહાત્મ્યથી અતિશયપણું હોવાને કારણે, શૈલરાજ વડે=માનકષાય વડે, મારા ચિત્તનો અવષ્ટમ્