________________
પ૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ततोऽस्य सर्वथा व्यर्थं, कुमारस्य मदीयकम् ।
संनिधानमतो नैव, ममोपेक्षाऽत्र युज्यते ।।३।। શ્લોકાર્થ :
અને તેથી વિષ્ણાયક થયેલું પ્લાન થયેલું, મને આ અતિદુસહ છે જો આ નરકેસરી પુત્રીને આપ્યા વગર જાય. તેથી આ કુમારનું મારું સંવિધાન પુણ્યનું સંનિધાન, સર્વથા વ્યર્થ થાય. આથી મને અહીં રિપદારણના વિષયમાં, ઉપેક્ષા ઘટતી નથી જ. ll-all શ્લોક :
ततो यद्यप्ययोग्योऽयमेतस्या रिपुदारणः ।
तथापि दापयाम्येनामस्मै कमललोचनाम् ।।४।। શ્લોકાર્ચ -
તેથી જો કે આ રિપુદારણ આને રાજકન્યાને, અયોગ્ય છે તોપણ આને રિપદારણને, કમલલોચનવાળી રાજકન્યાને હું અપાવું. l૪ll
अत्रान्तरे समागता तातस्य रात्रिशेषे निद्रा । ततो भद्रे अगृहीतसङ्केते! समाश्वासनार्थं तातस्य दत्तं कामरूपितया स्वप्नान्तरे तेन पुण्योदयेन दर्शनं, दृष्टः सुन्दराऽऽकारो धवलवर्णः पुरुषः । अभिहितमनेन-महाराज! किं स्वपिषि? किं वा जागर्षि ? तातेनाऽभिहितं-जागर्मि । पुरुषः प्राह-यद्येवं ततो मुञ्च विषादं, दापयिष्याम्यहं रिपुदारणकुमाराय नरसुन्दरीमिति । तातेनाऽभिहितंमहाप्रसादः । अत्रान्तरे प्रहतं प्राभातिकं तूर्य, ततो विबुद्धस्तातः । पठितं कालनिवेदकेन ।
એટલામાં પિતાને રાત્રિના શેષમાં નિદ્રા પ્રાપ્ત થઈ. ત્યારપછી તે ભદ્ર અગૃહીતસંકેતા ! પિતાને આશ્વાસન આપવા માટે કામરૂપીપણાથી સ્વપ્નાતરમાં તે પુણ્યોદય વડે દર્શન અપાયું. સુંદર આકારવાળો ધવલ વર્ણવાળો પુરુષ જોવાયો. આના વડે કહેવાયું – હે મહારાજ ! શું સૂઈ ગયા છો કે જાગો છો? પિતા વડે કહેવાયું – જાગું છું. પુરુષ કહે છેઃસ્વપ્નમાં આવેલો પુરુષ કહે છે, જો આમ છે તો વિષાદને મૂક. હું રિપુદારણકુમારને તરસુંદરી અપાવીશ. પિતા વડે કહેવાયું – મહાપ્રસાદ તેં મારા ઉપર મહાન પ્રસાદ કર્યો. એટલામાં પ્રાભાતિક સૂર્ય પ્રહત કરાયું સ્વાભાતિક નગારાં વગાડાયાં. તેથી પિતા જાગ્યા=રિપુદારણના પિતા જાગ્યા, કાલનિવેદક વડે કહેવાયું. શ્લોક :
हीनप्रतापो यः पूर्वं, गतोऽस्तं जगतां पुरः । स एवोदयमासाद्य, रविराख्याति हे जनाः! ।।१।।