________________
૪૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ ચતુર્થ પ્રસ્તાવ આવીને મારી માતા વિમલમાલતી શરીરે વળગી. પરિજન પર્યાકુલ થયો. પૃથ્વી કર્તવ્યતાવિમૂઢ થઈ બેઠેલા લોકો શું કરું તેનો નિર્ણય કરી શક્યા નહીં. નરકેસરી વિસ્મય પામ્યા. પિતા વડે કહેવાયું – હે લોકો ! તમે જાવ. શરીરથી આજે કુમાર પટુ નથી. વળી જલ્પ ભવિષ્યમાં થશે રાજપુત્રી અને કુમારનો જલ્પ=વિદ્યા વિષયક પરીક્ષા, ભવિષ્યમાં થશે. તે જાણીને લોકો વેગથી નીકળ્યા. બહાર ત્રિકચતુષ્કચત્વર આદિમાં એકઠા થયા. અહો રિપુદારણનું પાંડિત્ય, અહો પાંડિત્ય પ્રમાણે લોકોનું હસન પ્રવૃત્ત થયું. લજ્જાથી નમ્ર થયેલા પિતા વડે કલાઉપાધ્યાય અને નરકેસરી મોકલાવાયા, રૂઆવાસ-સ્થાનમાં નરકેસરી ગયો. આના વડે નરકેસરી વડે, વિચારાયું. જે જોવાયોગ્ય છે તે જોવાયું. પ્રભાતમાં પ્રયાણક અપાય. નિર્જનીભૂત થયે છતે લોકો વગરનું તે સ્થાન થયે છતે, મારો પણ ભય મંદ થયો. શરીર સ્વસ્થ થયું. વળી હરાયેલા રાજ્યની જેમ, વજથી હણાયેલાની જેમ, મહાચિંતાના ભારથી આક્રાંત એવા પિતાનો તે દિવસ પસાર થયો. રાત્રિ થઈ. પ્રાદોષિક આસ્થાન અપાયું નહીં=સંધ્યાકાળે રાજકારની ચિંતા અર્થે સભા ભરાતી હતી તે ભરાઈ નહીં. જલપ્રવેશનું નિવારણ કરીને રાજા સૂતો. કેવલ તે ચિંતા વડે નિદ્રા વિનાના રાજા વડે રાત્રિ પ્રાયઃ પસાય થઈ. इतश्च लज्जितो मे वयस्यः पुण्योदयः । चिन्तितमनेनઆ બાજુ મારો મિત્ર પુણ્યોદય લજ્જા પામ્યો. એના વડે પુણ્યોદય વડે, વિચારાયું –
___पुण्योदयेन दापिता कुमारी શ્લોક :
यस्य जीवत एवैवं, पुंसः स्वामी विडम्ब्यते । किं तस्य जन्मनाऽप्यत्र, जननीक्लेशकारिणः? ।।१।।
પુણ્યોદય વડે અપાયેલી કુમારી શ્લોકાર્ચ -
જે પુરુષના જીવતાં જ આ પ્રમાણે સ્વામી વિડંબિત કરાય છે, માતાના ફ્લેશકારી એવા તેના જન્મથી પણ અહીં શું?-પુણ્યરૂપી પુરુષ વિચારે છે કે આ રિપદારણના જીવે મને જન્મ આપ્યો છે તેથી મારી જનની છે. તેથી જનની માતા, એવા રિપદારણને ક્લેશ કરનાર મારો જન્મ નિષ્ફળ છે એમ વિચારીને તે પુષ્ય પોતાના સ્વામી એવા રિપદારણના હિતની ચિંતા કરે છે. [૧]
શ્લોક :
ततश्चजातं विच्छायकं तावन्ममैतदतिदुःसहम् । यायात्सुतामदत्त्वैव, यद्यसौ नरकेसरी ।।२।।