________________
૩૨૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ
गोत्राभिधानो विख्यातः, स एष जगतीपतिः ।
देहिनां कुरुते भद्र! सुन्दरेतरगोत्रताम् ।।५२७ ।। શ્લોકાર્ચ :
વળી હે ભદ્ર ! આત્મભૂત મહાવીર્યવાળો, નીચ ઉચ્ચ પુરુષદ્વયવાળો આગળ રહેલો જે આ રાજા દેખાય છે તે આ ગોત્ર નામનો જગતીપતિ વિખ્યાત છે. હે ભદ્ર! જીવોની સુંદર ઈતર-અસુંદર, ગોત્રતાને કરે છે. પર૬-પર૭ી. શ્લોક :
नरपञ्चकसेव्योऽयं, यः पुनः प्रविभाव्यते ।
अन्तराय इति ख्यातः, स तात! वरभूपतिः ।।५२८।। શ્લોકાર્ચ -
નરપંચકથી સેવ્ય જે આ વળી પ્રતિભાવન કરાય છે તે વાત પ્રકર્ષ ! તે અંતરાય એ પ્રમાણે ખ્યાત શ્રેષ્ઠ રાજા છે. પ૨૮l. શ્લોક :
अयं तु नरवीर्येण, कुरुते बाह्यदेहिनाम् ।
दानभोगोपभोगाप्तिवीर्यविघ्नं नराधिपः ।।५२९ ।। શ્લોકાર્ધ :
વળી, નરના વીર્યથી=પાંચ અંતરાય કરનારા મનુષ્યોના વીર્યથી, આ રાજા બાહ્ય જીવોને, દાન, ભોગ, ઉપભોગ આતિ=લાભ, અને વીર્યનાં વિઘ્ન કરે છે. પર૯ll. શ્લોક :
तदेते कथितास्तात! नामभिर्गुणलेशतः ।
सप्तापि भूभुजस्तुभ्यं, समासेन मयाऽधुना ।।५३०।। શ્લોકાર્ચ -
હે તાત ! તે આ નામથી અને ગુણલેશથી સાતે પણ રાજાઓ સંક્ષેપથી તને મારા વડે હમણાં કહેવાયા. 1પ3oll શ્લોક :
वीर्यवक्तव्यतामेषां, विस्तरेण पुनर्यदि । वर्णयामि ततोऽत्येति, तत्रैव मम जीवितम् ।।५३१।।