________________
૩૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ पर्याप्तकेतराः केचिदन्ये प्रत्येकचारिणः । साधारणाः स्थिराः केचित्तथान्येऽस्थिररूपिणः ।।५२१।। शुभाऽशुभत्वं बिभ्राणाः, सुभगा दुर्भगास्तथा । सुस्वरा दुस्वरा लोके, ये चादेया मनोहराः ।।५२२।। अनादेयाः स्ववर्गेऽपि, यशःकीर्तिसमन्विताः । अयशःकीर्तियुक्ताश्च, निर्मिताऽऽत्मशरीरकाः ।।५२३।। प्रणताशेषगीर्वाणमौलिमालाचिंतक्रमाः । ये च तीर्थकरा लोके, भवन्ति भवभेदिनः ।।५२४।। निजमानुषवीर्येण, सर्वमेष नराधिपः ।
तदिदं जृम्भते वत्स! नामनामा महाबलः ।।५२५ ।। दशभिः कुलकं ।। શ્લોકાર્ધ :
તે આ પ્રમાણે – ચાર ગતિવાળા સંસારમાં નરનારક રૂપતાને કરતા જેઓ વર્તે છે. બીજા પશુ અને દેવપણાથી કરતા વર્તે છે. એકેન્દ્રિય આદિના ભેદથી જુદા જુદા દેહવર્તી, જુદા જુદા અંગઉપાંગના સંબંધવાળા સંઘાતના કરણમાં ઉધત, ભિન્ન સંઘયણાવાળા જીવો, વિવિધ પ્રકારના સંસ્થાનને આચરતા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ભેદથી વિવિધ, ગૌરવ અને ઈતરથી હીન, સ્વઉપઘાતમાં પરાયણ, પરાઘાતમાં તત્પર, કેટલાક ઈષ્ટ જભાનુપૂર્વીવાળા, સદ્ ઉચ્છવાસ, આતપ, ઉધોત, વિહાયોગતિમાં જનારા, અને બસ-સ્થાવરના ભેદવાળા, સૂક્ષ્મ બાદર રૂપવાળા, કેટલાક પર્યાપ્તા અને ઈતર=અપર્યાપ્તા, અન્ય પ્રત્યેક ચારી અને સાધારણ, કેટલાક સ્થિર અને અસ્થિર રૂપવાળા, શુભાશુભત્વને ધારણ કરતા, સુભગ અને દુર્ભગવાળા, લોકમાં સુસ્વર-દુઃસ્વરવાળા, જે આદેય અને મનોહરવાળા, સ્વર્ગમાં પણ અનાદેયવાળા, યશ-કીર્તિથી સમન્વિત, અયશ અને કીર્તિથી યુક્ત નિર્માણ કરેલા પોતાના શરીરવાળા, નમેલા અશેષ દેવતાઓના મુગટોની શ્રેણીથી પૂજાયેલા ચરણો છે જેના એવા, ભવને ભેદનાર જે તીર્થકરો લોકમાં થાય છે.
હે વત્સ ! પોતાના માનુષ્યના વીર્યથી આ નામ નામનો મહાબલવાન રાજા છે તે આ સર્વ ચેષ્ટાને કરે છે. I૫૧૬થી પરપી.
શ્લોક :
यः पुनर्भद्र! भूपोऽयं, वीक्ष्यते पुरतः स्थितम् । आत्मभूतं महावीर्यं, नीचोच्चं पुरुषद्वयम् ।।५२६ ।।