________________
૨૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
चित्तशूकावशादेव, साक्षादुन्मत्तका अपि ।
केचिद् भद्र! प्रजायन्ते, ये जुगुप्सावशं गताः ।।४२५।। શ્લોકાર્થ :
હે ભદ્ર! જુગુપ્સાવશને પામેલા જેઓ છે, તેઓ કેટલાક ચિત્તમાં સૂગના વશથી સાક્ષાત્ ઉન્મત્ત પણ થાય છે. ll૪૨૫ll. શ્લોક :
परलोके पुनर्यान्ति, तत्त्वदर्शनवर्जिताः ।
तमोऽभिभूतास्ते मूर्खा, घोरसंसारचारके ।।४२६ ।। શ્લોકાર્ય :
વળી તત્ત્વદર્શનથી રહિત, અંધકારથી અભિભૂત મૂર્ખ એવા તેઓ પરલોકમાં ઘોરસંસારચારકમાં જાય છે=કેદખાનામાં જાય છે. II૪૨૬ll. શ્લોક :
तदेवं बहिरङ्गानां, लोकानां बहुदुःखदा ।
किञ्चित्ते वर्णिता भद्र! जुगुप्साऽपि मयाऽधुना ।।४२७।। શ્લોકાર્ચ -
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, બહિરંગ લોકોને બહુ દુઃખને દેનાર જુગુપ્સા પણ હે ભદ્ર ! હમણાં મારા વડે કંઈક તારી આગળ વર્ણન કરાઈ. ll૪ર૭ll શ્લોક :
प्रकर्षः प्राह दृश्यन्ते, यान्येतानि पुरो मया । निविष्टानि नरेन्द्राणामुत्सङ्गादिषु लीलया ।।४२८ ।। गाढं दुर्दान्तचेष्टानि, चटुलानि विशेषतः । आरक्तकृष्णवर्णानि, डिम्भरूपाणि षोडश ।।४२९।। अमूनि नामभिर्माम! गुणैश्च सुपरिस्फुटम् ।
अधुना वर्ण्यमानानि, श्रोतुमिच्छाम्यहं त्वया ।।४३०।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. નરેન્દ્રોના ખોળા આદિમાં લીલાથી બેઠેલા, ગાઢ દુર્દાત ચેષ્ટાવાળા, ચટુલ,