________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૨૯૭ શ્લોક :
अस्यापि च शरीरस्था, भवस्था नाम दारुणा ।
विद्यते पत्निका वत्स! शोकस्य गृहनायिका ।।४१६ ।। શ્લોકાર્ચ -
અને હે વત્સ! આ શોકની પણ શરીરસ્થ, અને ભવની આસ્થાવાળી દારુણ પત્ની ગૃહનાયિકા વિદ્યમાન છે. II૪૧૬ll શ્લોક :
साऽस्य संवर्धिका ज्ञेया, तां विना नैष जीवति ।
अत एव शरीरस्थां, धारयत्येष तां सदा सर्वदा. मु] ।।४१७ ।। શ્લોકાર્ચ -
તે દારુણ સ્ત્રી, શોકની સંવર્ધિકો જાણવી. તેના વગર આ જીવતો નથી=શોક જીવતો નથી. આથી જ આ શોક, સર્વદા શરીરમાં ધારણ કરે છે=દારુણ એવી સ્ત્રીને શરીરમાં ધારણ કરે છે. ll૪૧ી.
जुगुप्सा
શ્લોક :
या त्वेषा दृश्यते कृष्णा, भोः संकोचितनासिका । नारी सा सूरिभिर्भद्र! जुगुप्सा परिकीर्तिता ।।४१८ ।।
જુગુપ્સા
શ્લોકાર્ય :
વળી, હે ભદ્ર! જે આ કાળા વર્ણવાળી, સંકોચિત નાસિકાવાળી નારી દેખાય છે તે નારી સૂરિ વડે જુગુપ્સા કહેવાય છે. II૪૧૮ll શ્લોક :
इयं तु बहिरङ्गानां, लोकानां मनसोऽधिकम् ।
व्यलीकभावमाधत्ते, तत्त्वदर्शनवर्जिनाम् ।।४१९।। શ્લોકાર્થ :
વળી આ જુગુપ્સા તત્ત્વદર્શનથી રહિત એવા બહિરંગ લોકોના મનના અધિક વ્યલીકભાવને વ્યાકુળભાવને, કરે છે. ll૪૧૯ll