________________
૨૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્ચ -
તે કારણથી આ રૂપે પણ મિથ્યાદર્શનથી સંસ્કૃત આ વિપર્યાસ નામનું આસન હે ભદ્ર પ્રકર્ષ! વિલાસ પામે છે. llર૭૨ll
બ્લોક :
अन्यच्चप्रशमानन्दरूपेषु, सारेषु नियमादिषु ।
वशेनास्य भवेद् भद्र! दुःखबुद्धिर्जडात्मनाम् ।।२७३।। શ્લોકાર્ચ -
અને બીજું, પ્રશમના આનંદરૂપ સાર એવા નિયમાદિમાં હે ભદ્ર! જડ એવા આ જીવોને આના વશથી–મિથ્યાદર્શનથી સંસ્કૃત વિપર્યાસ આસનના વશથી, દુઃખબુદ્ધિ થાય છે. ll૧૭૩. શ્લોક :
गत्वरेषु सुतुच्छेषु, दुःखरूपेषु देहिनाम् ।
भोगेषु सुखबुद्धिः स्यादासनस्यास्य तेजसा ।।२७४।। શ્લોકાર્ચ -
ગવર, સુતુચ્છ, દુઃખરૂપ એવા ભોગોમાં સંસારી જીવોને આ આસન્નના તેજથી વિપર્યાસના તેજથી, સુખબુદ્ધિ થાય છે=સંસારનાં તમામ સુખો ક્ષણિક હોવાથી ગવર છે, અત્યંત તુચ્છ છે, વિકારોથી ઉત્પન્ન થયેલાં અને શ્રમની ચેષ્ટારૂપ હોવાથી દુઃખરૂપ છે એવા ભોગોમાં મિથ્યાત્વના ઉદયથી જન્ય વિપર્યાસના વશથી જીવોને સુખબુદ્ધિ થાય છે. ll૨૭૪ll શ્લોક :
तथैष भुवनख्यातः, प्रधानोऽत्र महाबलः ।
बहिरङ्गजनस्योच्चैः, सर्वानर्थविधायकः ।।२७५।। શ્લોકાર્થ :
અને અહીં સંસારમાં, બહિરંગજનને અત્યંત સર્વ અનર્થને કરનાર મહાબલ એવો આ મિથ્યાદર્શન, પ્રધાન ભવનમાં ખ્યાત છે. ર૭૫ll
શ્લોક :
मया भद्र! समासेन, मिथ्यादर्शननामकः । महामोहनरेन्द्रस्य, कथितस्ते महत्तमः ।।२७६ ।।