________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
આનું તે આ સર્વ=પૂર્વમાં કહ્યું તે આ સર્વ, હે સુષુ ! અગૃહીતસંકેતા ! ભાવથી આ જીવનું વિપર્યાસનામવાળા વિષ્ટરનું ચેષ્ટિત છે. II૧૦૦||
अविद्यामहामोहविजृम्भितम्
૨૧.
શ્લોક ઃ
यथा च भोक्तुमारब्धः, स निर्लज्जतया पुनः ।
पश्यतः सर्वलोकस्य, वान्तिसंमिश्रभोजनम् । । १०१ । । અવિધા અને મહામોહનું વિભિત
શ્લોકાર્થ :
અને જે પ્રમાણે નિર્લજ્જપણાથી ફરી સર્વ લોકને જોતાં તે વાંતિથી મિશ્રિત ભોજન=ઊલટીથી મિશ્રિત ભોજન, ખાવા લાગ્યો. ।।૧૦૧||
શ્લોક ઃ
ततः सपरिवारेण, तेन पूत्कुर्वता भृशम् ।
વારિતઃ સમયોન, તદ્દોષાષ નિવેવિતાઃ ।।૦૨।।
શ્લોકાર્થ :
તેથી પોકાર કરતા, પરિવાર સહિત તેના વડે=સમયજ્ઞ વડે, અત્યંત વારણ કરાયો. અને તેના દોષો નિવેદિત કરાયા. ।।૧૦૨Ī]
શ્લોક ઃ
स तु तत्र गुणारोपाद् भोजने बद्धमानसः ।
तं रटन्तमनालोच्य, भक्षणं कृतवानिति ।।१०३ ।।
શ્લોકાર્થ ઃ
વળી ગુણના આરોપથી તે ભોજનમાં બદ્ધમાનસવાળા એવા તેણે રટન કરતા પણ તેને=સમયજ્ઞને, સાંભળ્યા વગર ભક્ષણ કર્યું. II૧૦૩]I
શ્લોક ઃ
तथाऽयमपि चार्वङ्गि ! जीवः कर्ममलीमसः ।
भुक्तोत्सृष्टेषु भोगेषु, निर्लज्जः संप्रवर्तते ।। १०४ ।।