________________
૨૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
અને સ્ત્રીઓ, પત્રો, સ્વજન મર્યે છતે અને ચિત્તના આબંધ એવા=ચિત્તને ગાઢ સંશ્લેષ કરાવે એવા, અન્ય પદાર્થો વિનષ્ટ થયે છતે માને છે. II૯૫ા. શ્લોક :
न मया चेष्टितं नीत्या, न कृतं चारु पौरुषम् ।
नाश्रितो वा वरस्वामी, न कृता वा प्रतिक्रिया ।।९६।। શ્લોકાર્ચ -
મારા વડે નીતિથી ચેષ્ટા કરાઈ નથી. સુંદર પુરુષાર્થ કરાયો નથી. સારા સ્વામીનો આશ્રય કરાયો નથી. પ્રતિક્રિયા કરાઈ નથી. II૯૬ll શ્લોક -
तेनेदं मम सर्वस्वं, पत्नी वा चारुदर्शना ।
पुत्रा वा बान्धवा वाऽपि, विनष्टाः पश्यतोऽपि मे ।।९७।। શ્લોકાર્થ :
તેથી મારું આ સર્વસ્વ - સુંદર દર્શનવાળી પત્ની, અથવા પુત્રો, બંધુઓ મારા જોવા છતાં પણ નાશ પામ્યાં. II૯૭ll. શ્લોક :
न चैषां विरहे नूनं, वर्तेऽहं क्षणमप्यतः । उपार्जयामि भूयोऽपि, तान्येवोत्साहयोगतः ।।१८।। उपार्जितानि सन्नीत्या, रक्षिष्यामि प्रयत्नतः ।
अजागलस्तनस्येव, जीवितव्यं वृथाऽन्यथा ।।९९।। શ્લોકાર્ય :
અને આમના વિરહમાં ક્ષણ પણ જીવી શકું તેમ નથી. આથી ફરી પણ ઉત્સાહના યોગથી ફરી પણ ઉપાર્જન કરું. ઉપાર્જિત કરાયેલા ધનાદિને સન્નીતિથી પ્રયત્નપૂર્વક રક્ષણ કરીશ. અન્યથા=જો હું પ્રયત્નપૂર્વક રક્ષણ ન કરું તો, બકરાના ગળામાં રહેલા સ્તનની જેમ જીવિત વૃથા છે. ll૯૮-૯૯ll શ્લોક :
सर्वमस्य विजानीहि, तदिदं सुभ्र! भावतः । जीवस्याऽस्य विपर्यासनामविष्टरचेष्टितम् ।।१००।।