________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૮૭
શ્લોકાર્થ :
વળી, મારી સાથે યથાસ્થિત વસ્તુતત્ત્વનો વિચાર કર્યા વગર તું અહીં=મારા વડે કહેવાયેલા અર્થમાં, સાંભળવા માત્રથી હે ભદ્ર! જાણવા માટે યોગ્ય નથી. II૭૬ll શ્લોક :
ऐदम्पर्यमतस्तात! बोद्धव्यं यत्नतस्त्वया ।
अज्ञातपरमार्थस्य, मा भूभौतकथानिका ।।७७।। શ્લોકાર્ધ :
આથી હે તાત !=પ્રકર્ષ ! યત્નથી ઔદપર્યનો બોધ તારે કરવો જોઈએ. અજ્ઞાત પરમાર્થવાળા એવા તને ભૌતકથાનિકા ન થાઓ=ભૌતસ્થાનિકાની જેમ મારો પ્રયત્ન નિષ્ફળ ન થાઓ. II૭૭ll प्रकर्षः प्राह-माम! कथय कीदृशी पुनः सा भौतकथानिका? પ્રકર્ષ કહે છે – હે મામા ! કેવા પ્રકારની તે ભૌતકથાનિકા છે ? તે કહો,
__ भौतकथानिका विमर्शनाभिहितं-भद्र! समाकर्णय, अस्ति क्वचिनगरे जन्मबधिरः सदाशिवो नाम भौताचार्यः, स च जराजीर्णकपोलः सन्नुपहासपरेण हस्तसंज्ञयाऽभिहितः केनचिद्भूर्तबटुना यथा-भट्टारक! किलैवं नीतिशास्त्रेषु पठ्यते यदुत
ભૌતનું કથાનક
નિક વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! તું સાંભળ. કોઈક નગરમાં જન્મથી બહેરો સદાશિવ નામનો ભોતાચાર્ય છે. અને તે જરાથી જીર્ણ ગાલવાળો છતો ઉપહાસ પર એવા કોઈક ધૂર્ત બટુક વડે હસ્તની સંજ્ઞાથી કહેવાયો. જે આ પ્રમાણે – હે ભટ્ટારક ! નીતિશાસ્ત્રોમાં આ પ્રમાણે બોલાય છે. જે વહુ'થી બતાવે છે. શ્લોક :
विषं गोष्ठी दरिद्रस्य, जन्तोः पापरतिर्विषम् ।
विषं परे रता भार्या, विषं व्याधिरुपेक्षितः ।।१।। શ્લોકાર્ચ -
દરિદ્ર પુરુષને ગોષ્ઠી વિષ છે. પાપમાં રતિ જીવને વિષ છે. પરમા રતિ વાળી પત્ની વિષ છે. ઉપેક્ષિત વ્યાધિ વિષ છે. ll૧il