________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
अनित्येष्वपि नित्यत्वमशुचिष्वपि शुद्धताम् । दुःखात्मकेषु सुखतामनात्मस्वात्मरूपताम् ।।५९।। पुद्गलस्कन्धरूपेषु, शरीरादिषु वस्तुषु ।
लोकानां दर्शयत्येषा, ममकारपरायणा ।।६०।। युग्मम् ।। શ્લોકાર્થ :
મમકારપરાયણ એવી આ=અવિધા, લોકોને અનિત્યમાં પણ નિત્યત્વ બુદ્ધિને, અશુચિમાં શુદ્ધતાને, દુઃખાત્મકમાં સુખતાને, અનાત્મ એવા પુદ્ગલના સ્કંધરૂપ શરીરાદિ વસ્તુમાં આત્મરૂપતાને બતાવે છે. II૫૯-૬૦]
શ્લોક :
ततस्ते बद्धचित्तत्वात्तेषु पुद्गलवस्तुषु ।
आत्मरूपमजानन्तः, क्लिश्यन्तेऽनर्थकं जनाः ।।६१।। શ્લોકાર્ચ -
તેથી તે પુદ્ગલોમાં બદ્ધચિતપણું હોવાથી તે જીવો આત્મરૂપને નહીં જાણતા નિરર્થક ક્લેશ કરે છે. II૬૧ll શ્લોક :
तदेनां धारयन्नुच्चैर्गात्रयष्टिं महाबलः ।
जराजीर्णोऽपि नैवायं, मुच्यते निजतेजसा ।।६२।। શ્લોકાર્ચ -
તે કારણથી આ અત્યંત ગાત્રયષ્ટિને ધારણ કરતો મહાબલ એવો આ=મહામોહ, રાજીર્ણ હોવા છતાં પણ નિજતેજથી મુકાતો નથી. IIકરા શ્લોક -
अयं हि भद्र! राजेन्द्रो, जगदुत्पत्तिकारकः ।
तेनैव गीयते प्राज्ञैर्महामोहपितामहः ।।६३।। શ્લોકાર્ધ :
હે ભદ્ર! આ રાજેન્દ્ર મહામોહ પિતામહ તે કારણથી જ=મહાબલવાળો છે તે કારણથી જ, પ્રાજ્ઞ પુરુષો વડે જગતની ઉત્પત્તિનો કારક કહેવાયો છે. II3II