________________
૧૮૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
ये रुद्रोपेन्द्रनागेन्द्रचन्द्रविद्याधरादयः ।
તેડવસ્ય મદ્ર! નેવાનાં, તડ્વત્ત વાચન ।।૬૪||
શ્લોકાર્થ --
જે રુદ્ર, ઉપેન્દ્ર, નાગેન્દ્ર, ચંદ્ર, વિધાધરાદિ છે તે પણ હે ભદ્ર ! આની=મહામોહની, આજ્ઞાને ક્યારેય ઉલ્લંઘન કરતા નથી. [૬૪]]
શ્લોક ઃ
तथाहि
योऽयं स्ववीर्यदण्डेन, जगच्चक्रं कुलालवत् ।
विभ्रम्य घटयत्येव, कार्यभाण्डानि लीलया । । ६५ ।।
શ્લોકાર્થ -
તે આ પ્રમાણે, જે આ મહામોહ સ્વવીર્યના દંડથી જગચક્રને કુલાલની જેમ વિભ્રમ કરીને કાર્યરૂપ ભાંડોને ઘડે જ છે. ।।૫।।
શ્લોક ઃ
तथास्याचिन्त्यवीर्यस्य, महामोहस्य भूपतेः ।
को नाम भद्र ! लोकेऽस्मिन्नाज्ञां लङ्घयितुं क्षम: ? ।। ६६ ।।
શ્લોકાર્થ :
અને અચિંત્ય વીર્યવાળા મહામોહરૂપ આ રાજાની આજ્ઞાને હે ભદ્ર ! આ લોકમાં ઉલ્લંઘન કરવા માટે કોણ સમર્થ છે ? ।।૬૬ના
શ્લોક ઃ
तदेष गुणतो भद्र ! वर्णितस्ते नराधिपः ।
अधुना 'परिवारोऽस्य, वर्ण्यते तं विचिन्तय ।।६७।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી હે ભદ્ર ! ગુણથી, આ રાજા=મહામોહ, તને વર્ણન કરાયો. હવે આનો પરિવાર વર્ણન કરાય છે તેનું ચિંતવન કર. II99