________________
૧૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
હે ભદ્ર! આ મહામંડપને અત્યંત પ્રાપ્ત કરીને પ્રકૃતિથી જ આ રાજાઓ=રાગકેસરી આદિ રાજાઓ, તુષ્ટ માનસવાળા આનંદિત થાય છે. ll૩૧ll શ્લોક :
बहिरङ्गाः पुनर्लोका, मोहादासाद्य मण्डपम् ।
एनं हि दौर्मनस्येन, लभन्ते दुःखसागरम् ।।३२।। શ્લોકાર્ચ -
વળી, બહિરંગ લોકો મોહથી આ મંડપને પામીને દોર્મનસ્યને કારણે દુખસાગરને પામે છે. ll૩. શ્લોક -
अयं हि चित्तनिर्वाणकारिणीं निजवीर्यतः ।
तेषामेकाग्रतां हन्ति, सुखसन्दोहदायिनीम् ।।३३।। શ્લોકાર્ચ -
આ ચિત્તવિક્ષેપ નામનો મંડપ, તેઓની=બહિરંગ લોકોની, પોતાના વીર્યથી ચિત્તના નિર્વાણને કરનારી, સુખના સમૂહને દેનારી, એકાગ્રતાને હણે છે. ll33II શ્લોક :
केवलं ते न जानन्ति, वीर्यमस्य तपस्विनः ।
प्रवेशमाचरन्त्यत्र, तेन मोहात्पुनः पुनः ।।३४।। શ્લોકાર્થ :
કેવલ તે તપસ્વીઓ આના વીર્યને ચિત્તવિક્ષેપ મંડપના વીર્યને, જાણતા નથી. તે કારણથી ફરી ફરી મોહથી આમાં-ચિતવિક્ષેપ મંડપમાં, પ્રવેશને આચરે છે. ll૧૪ll બ્લોક :
यैस्तु वीर्यं पुनर्जातं, कथञ्चित् पुण्यकर्मभिः ।
अस्य नैवात्र ते भद्र! प्रवेशं कुर्वते नराः ।।३५ ।। શ્લોકાર્થ :
વળી પુણ્ય કર્મવાળા એવા જેઓ વડે આનું વીર્યકચિત્તવિક્ષેપ મંડપનું વીર્ય, કોઈક રીતે જાણ્યું છે, હે ભદ્ર! તે મનુષ્યો આમાં ચિત્તવિક્ષેપ મંડપમાં, પ્રવેશ કરતા નથી જ. IIઉપI