________________
|
૧૭૧
૧૭૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
एकाग्रमनसो नित्यं, चित्तनिर्वाणयोगतः ।
ततस्ते सततानन्दा, भवन्त्यत्रैव जन्मनि ।।३६।। શ્લોકાર્ચ -
તે કારણથી=ચિત્તવિક્ષેપ મંડપમાં પ્રવેશ કરતા નથી તે કારણથી, ચિત્તનિર્વાણના યોગથી નિત્ય એકાગ્રમનવાળા તેઓ સતત આ જ જન્મમાં આનંદને અનુભવે છે. Il3II શ્લોક :
तदेष गुणतो भद्र! चित्तविक्षेपमण्डपः ।
मया निवेदितस्तुभ्यमधुना शृणु वेदिकाम् ।।३७।। શ્લોકાર્ચ -
તે કારણથી આ ચિત્તવિક્ષેપ મંડપ ગુણથી હે ભદ્ર ! મારા વડે તને નિવેદિત કરાયો. હવે વેદિકાને સાંભળ. ll૩૭ll
तृष्णावेदिकावर्णनम् શ્લોક :
एषा प्रसिद्धा लोकेऽत्र, तृष्णानाम्नी सुवेदिका । अस्यैव च नरेन्द्रस्य, कारणेन निरूपिता ।।३८।।
તૃષ્ણાવેદિકાનું વર્ણન શ્લોકાર્ય :
આ તૃષ્ણા નામવાળી સુવેદિકા લોકમાં પ્રસિદ્ધ છે અને આ જ નરેન્દ્રના કારણથી બનાવાઈ છે=મહામોહરૂપી રાજાના કારણથી આ વેદિકા બનાવાઈ છે. Il૩૮ll. શ્લોક -
भद्रात एव त्वं पश्य, महामोहेन यो निजः ।
कुटुम्बान्तर्गतो लोकः, स एवास्यां निवेशितः ।।३९।। શ્લોકાર્ચ -
હે ભદ્ર! આથી જ તું જો મહામોહ વડે પોતાના કુટુંબ અંતર્ગત જે લોક છે તે આના ઉપર બેસાડાયો છે તૃષ્ણા નામની વેદિકા ઉપર બેસાડાયો છે. ll૩૯ll.