________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
સ્વભર્તુને વત્સલ, સુંદર પ્રકૃતિવાળી, સુંદર અંગવાળી, લોકોને પ્રિય, કમળના જેવી ચક્ષુવાળી નિજચારુતા રૂપ શુભોદયની ભાર્યા છે. ।।૧૨।।
શ્લોક ઃ
શ્લોક ઃ
तथाऽशुभोदयस्याऽपि, जनसन्तापकारिणी ।
भार्या स्वयोग्यता नाम, विद्यतेऽत्यन्तदारुणा ।। १३ ।।
શ્લોકાર્થ ઃ
અને જનસંતાપને કરનારી સ્વયોગ્યતા=અત્યંત અયોગ્યતા, નામવાળી અત્યંત દારુણ અશુભોદયની પત્ની પણ વિધમાન છે. ||૧૩||
विचक्षणजडयोः स्वभाववैपरीत्यम्
:
इतश्च कालपर्यायादवाप्य निजचारुताम् । ततः शुभोदयाज्जातः, पुत्रो नाम्ना विचक्षणः ।।१४।।
વિચક્ષણ અને જડની સ્વભાવ વિપરીતતા
શ્લોકાર્થ
અને આ બાજુ કાલપર્યાયથી નિજચારુતાને પ્રાપ્ત કરીને તે શુભોદયથી વિચક્ષણ નામનો પુત્ર
થયો. ।।૧૪।।
શ્લોક :
૮૯
तथैव कालपर्यायादवाप्यैव स्वयोग्यताम् ।
ततोऽशुभोदयाज्जातो, जडो नाम सुताधमः । । १५ ।।
શ્લોકાર્થ ઃ
તે જ પ્રમાણે કાલપર્યાયથી સુઅયોગ્યતાને પ્રાપ્ત કરીને જ તે અશુભોદયથી જડ નામનો અધમપુત્ર ઉત્પન્ન થયો. ।।૧૫।
શ્લોક ઃ
तयोर्विचक्षणस्तावद् वर्धमानः प्रतिक्षणम् । यादृशः स्वैर्गुणैर्जातस्तदिदानीं निबोधत ।। १६ ।।