________________
૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तत्राऽस्ति भुवनख्यातो, देवानामपि नायकः ।
अलझ्यसत्प्रतापाज्ञो, नरेन्द्रो मलसञ्चयः ।।८।। શ્લોકાર્થ :
ત્યાં ભુવનમાં વિખ્યાત દેવોનો પણ નાયક અલંધ્ય એવા સમ્રતાપની આજ્ઞાવાળો મલસંચય નામનો રાજા છે. . શ્લોક :
सुन्दराऽसुन्दरे कार्ये, नित्यं विन्यस्तमानसा ।
तस्य चास्ति महादेवी, तत्पक्तिर्नाम विश्रुता ।।९।। શ્લોકાર્ય :
અને સુંદ-અસુંદર કાર્યમાં નિત્ય વિશ્વસ્ત માનસવાળી તત્પક્તિ નામવાળી પ્રસિદ્ધ તેની મહાદેવી છે. III શ્લોક :
तयोश्च देवीनृपयोरेकः सुन्दरचेष्टितः ।
विद्यते जगदालादी, पुत्रो नाम शुभोदयः ।।१०।। શ્લોકાર્ચ -
અને તે દેવી અને રાજાનો સુંદર ચેષ્ટાવાળો જગતના આલ્લાદને કરનાર શુભોદય નામનો એક પુત્ર વિદ્યમાન છે. ll૧૦ll શ્લોક :
तथा द्वितीयस्तनयस्तयोर्देवीनरेन्द्रयोः ।
अस्ति सर्वजनोत्तापी, विख्यातश्चाऽशुभोदयः ।।११।। શ્લોકાર્ધ :
અને તે દેવી અને રાજાનો સર્વ લોકને ઉત્તાપ કરનાર અશુભોદય રૂપે વિખ્યાત બીજો પુત્ર છે. II૧૧II
શ્લોક :
स्वभर्तुर्वत्सला साध्वी, सुन्दरागी जनप्रिया । भार्या शुभोदयस्याऽस्ति, पद्माक्षी निजचारुता ।।१२।।