________________
સગ–૯
૧૫
પદસંચારથી સાવધાન થયલે અસુર કુમારની સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. કુમારે તેને ક્ષણમાત્રમાં જીતી લીધા. કુમારને પોતાનાથી અધિક પરાક્રમી જાણીને અસુરે સેવકપણું સ્વીકારી કુમારને બે કુંડળ આપ્યાં. કાનમાં કુંડલ પહેરીને આવતા પ્રદ્યુમ્નને જોઈને વિદ્યાધરપુત્રોએ જયેષ્ઠ બંધુ વજમુખને કહ્યું : “આ દુરાત્માને તે હવે આપણું હાથે જ મારી નાખીએ. જ્યાં
જ્યાં જાય છે ત્યાંથી લાભ લઈને આવે છે ! ભવિષ્યમાં વધતા વ્યાધિની જેમ આ આપણું માટે દુઃસાધ્ય બનશે. ત્યારે વજમુખે કહ્યું : “બંધુઓ, હમણાં થોડી ધીરજ રાખો. મરણસૂચક હજી દશ સ્થાનો બાકી છે. લોભી એ આ મરશે ત્યારે બધું આપણને જ મળવાનું છે ને! ભલે તે ભેગું કરે.” આ પ્રમાણે કહીને તેઓ આગળ ચાલ્યા.
मदनोऽप्यलगत्पादौ, ज्येष्टबंधोश्च भक्तये । दुष्टोऽग्रजस्तु वैताढय-सन्निधौ च निनाय तं ७१। कौतुकानि प्रपश्यत्सु, सर्वेसु तत्र सर्वत्रः । ददृशे वजदंष्ट्रण, सहकारी मनोहरः ॥७२॥ तं दृष्ट्वा फलितं विष्वग, जगौ वज्रमुखोऽनुजान् । अस्योपरि समारुह्य, भक्षयेत्तत्फलानि यः॥ सौभाग्येन मनोज्ञेन, वर्धमानेन संततं। चमत्कारकरं स्त्रीणां, यौवनं तस्य जायते ।७४। स्थाने स्थाने महालाभ-प्राप्तितस्तस्य वाचया। विश्वासं हृदये विभ्र-तमाम्र मदनाऽगमत् ।७५। आरुह्य कंपयेद्याव-त्तावत्तस्येश्वरोऽसुरः । कुर्वन् दंतैः कटत्कारं, प्रोचे वानररुपभृत् ।७६। रे धृष्ट कथमारूढः, सहकारेऽत्र मामके । यदारुढो निपात्यंते, फलान्यस्य कथं तदा ७७। अन्योन्यं गालिदानेना-नागरीन्मदनस्य रुक् । अहो वानरमात्रोऽपि, गालीदत्ते ममाप्ययं ७८। इति क्रोधेन लांगूलं, गृहीत्वा निजपाणिना । भ्रामयन्नभितो द्राक्त-मास्फालयितुमुद्यतः ७९। स तदाह महाभाग, मुंच मुंच कृपानिधे । इत्यक्ते तेन मुक्तः सो-ऽसुररुपधरोऽभवत् ।८०। प्रादुर्भूतेन तेनापि, सुधाकुंभः किरीटकः । पादुके व्योमगामिन्या-वदीयंतास्य संमदात् ।८१॥ असुरार्चितमालोक्या-गच्छंतं तं च खेचराः । प्रकोपेनाग्रज प्रोचु-बंधोऽमुं द्रष्टुमक्षमाः ।८२॥ घातयामस्ततो दुष्ट-मेतं प्रत्यर्थितोऽधिकं । स जजल्पोत्सुका यूयं, माभूत भूतवत्सलाः ।८३।
પ્રદ્યુમ્નની સાથે માયાથી હસતા ખેલતા ૫૦૦ કુમારે વૈતાઢ્ય પર્વતના શિખર ઉપર આવ્યા. ત્યાં અનેક પ્રકારના કૌતુક જોતાં વમુખે એક સહકાર વૃક્ષ (આમ્રવૃક્ષ) જોયું. અને પિતાના બંધુઓને કહ્યું : “ચારે બાજુ ફળોથી લચી ગયેલા આ આમ્રવૃક્ષ ઉપર ચઢીને જે કંઈ એના ફળનું ભક્ષણ કરે તેને ભાગ્ય-સૌભાગ્ય અને સ્ત્રીઓના મનને હરવાવાળું સુંદર યૌવન પ્રાપ્ત થાય.” વમુખના વચનથી સ્થાને સ્થાને મહાલાભની પ્રાપ્તિ થવાને કારણે હૃદયમાં વિશ્વાસ ધારણ કરતો પ્રદ્યુમ્ન આમ્રવૃક્ષ નજીક ગયો. વૃક્ષ ઉપર ચઢીને જે વૃક્ષને કંપાવે છે તેટલામાં જ વૃક્ષનો અધિષ્ઠાયક અસુર વાનરરૂપ કરીને દાંત કચકચાવતે બેલ્યો : “અરે દુષ્ટ, મારા વૃક્ષ ઉપર ચઢીને ફળ કેમ તોડે છે ?” આ પ્રમાણે કટુ વચન કહીને પ્રદ્યુમ્નના ક્રોધને ઉત્તેજિત કર્યો. “અહો, વાંદરો થઈને મને ગાળો આપે છે? તે તું પણ હવે લેતો જા.” એ પ્રમાણે કહીને હાથમાં પૂંછડું લઈને ચારેબાજુ ભમાડતો પત્થર ઉપર પછાડવા ઉદ્યત થયો ત્યારે વાંદરો કરુણ સ્વરે બોલ્યો : “હે કૃપાનિધિ, કરૂણાના સાગર, મારા ઉપર દયા કરીને મને છોડ, મને છોડ.”