________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
जलकुंड इव ज्वाला-निद्धकुंडेऽस्य खेलतः । प्रादुर्भूयासुरः कोपा-दधावन्मारणेच्छया ।५६। निहतुं धावमानं तं, निरीक्ष्य मदनेन तु । गत्वाभिमुखमाक्रम्य, जितो जजल्प सोऽसुरः ।५७। केनापि प्राग् जितो नाहं, जितस्त्वया कुमार चेत् । तदादत्स्वाग्निना धौत-मिदं स्वर्णांशुकद्वयं । हेमवस्त्रे समादाय, जीवंतं वह्नितोऽपि तं । समागच्छंतमालोक्य, सर्वेऽपि चुकुपुर्हदि ।५९।
અગ્નિમાં નાખવાથી જેમ સુવર્ણની પરીક્ષા થાય છે તેમ અગ્નિથી પુણ્યની પરીક્ષા થાય છે. એ પ્રમાણે વિદ્યાધર પુત્રે જાજવલ્યમાન એવા અગ્નિકુંડની પાસે આવ્યા ત્યારે વા મુખે કહ્યું : “જે પોતાના સાહસથી અગ્નિકડમાં પ્રવેશ કરે છે તે ચિંતિત અર્થને પ્રાપ્ત કરી રાજા બને છે.” વા મુખની વાત સાંભળીને પ્રદ્યુમ્ન કહ્યું : “હું મારા પુણ્યની પરીક્ષા કરૂં !” વમુખે કહ્યું : “તથાસ્તુ. પ્રદ્યુમ્ને તરત જ અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો. સિદ્ધપુરૂષની જેમ ધગધગતા અંગારાને હાથમાં લઈને ક્રીડા કરવા લાગ્યો. અને જલકુંડમાં જેમ જલક્રીડા કરે તેમ અગ્નિકુંડમાં ખેલવા લાગ્યો. ત્યારે અગ્નિકુંડને અધિષ્ઠાયક દેવ તેને મારવા માટે દોડ્યો, પરંતુ પ્રદ્યુમ્ન તેને પછાડીને જીતી લીધું. પરાભવ પામેલા અસુરે કહ્યું : “હું કેઈથી પણ પરાભવ પામ્યો નથી, પરંતુ એક તારાથી પરાજિત થયે છું. તે અગ્નિમાં સાફ કરી શકાય તેવા સુવર્ણ ના વસ્ત્રને ગ્રહણ કર !” અસુરના આગ્રહથી સુવર્ણના બે વસ્ત્ર લઈને આવતા પ્રદ્યુમ્નને જોઈને વિદ્યારે મનમાં જલવા લાગ્યા.
मेषाकारं ततोऽप्यद्रि, गत्वा वज्रमुखोऽभ्यधात् । शंकाशून्यो विशेद्योऽत्र, स प्राप्नोति हि चितितं ॥ मदनो वचसा तस्य, प्रेरितोऽतिपराक्रमः । ज्येष्टबंधुं नमस्कृत्य, जगाम तत्र वीक्षितुं ।६११ देवताधिष्टिते स्थाने, यावद्गतः कुतूहलात् । तावद्दिव्यानुभावेन, मिलितं श्रृंगयामलं ।६२॥ बलिष्टाभ्यां स्वहस्ताभ्या-मितस्ततो विधाय तत् । गुहायां तत्र तामस्यां, चक्रवर्तीव सोऽविशत् ॥ देवः संसर्गतोऽघ्रिभ्या, व्यापादित इवोच्चकैः । कोपात्प्रकटितो युद्धे, कुमारेण पराजितः ।६४। ततः स्वतोऽधिकं जान-न्नसुरस्तत्पराक्रमं । स्वीकृत्य सेवकोभावं, ददी कुंडल्यामलं ।६५। श्रुत्योः परहित द्वंद्वं, तं निरीक्ष्य खगा जगुः । अग्रजैनं दुरात्मानं, मारयामोऽधुना वयं ॥६६। यतस्ततस्त्वयं लाभ-मादायायाति संप्रति । दुःसाध्यो वर्धितो भावी, दुष्टव्याधिरिवात्मनां ॥ तदा वजमुखोऽवोच-द्धीरा भवत बांधवाः । स्थानान्यद्यापि संत्यस्य, दश मृत्यूचितानि च ।६८। मृतिस्तेषु भविष्यत्य-वश्यमेतस्थ लोभिनः। जीवितव्यमपि स्वीयं, लोभवान् हि परित्यजेत् ॥ बंधूनां पुरतस्तेन, यावदेवं निवेदितं । तावत्सर्वेऽपि ते माया-योगेन मिलिताः पुनः ७०।
ત્યાર પછી મેષ (બાકડા) ના આકારવાળા પર્વતને જોઈને વજમુખ બોલ્યો : “જે કોઈ નિઃશંકપણે આ પર્વતની ગુફામાં જાય તેને ઈચ્છિત ફલ મળે.” તેના વચનથી પ્રેરાયેલ પ્રદ્યુમ્ન જયેષ્ઠ બંધુને નમસ્કાર કરીને જોવા માટે ગયો. તેણે દેવાધિષ્ઠિત સ્થાનમાં જેવો પગ મૂક્યો કે તરત જ દિવ્ય પ્રભાવથી મેષ (પર્વત)ના બે શગ (શીંગડાં) ભેગાં થઈ ગયાં. પ્રદ્યુમ્ન પિતાના બાહુબળથી આમ તેમ કરીને અંધકારમય એવી ગુફામાં ચક્રવતીની જેમ પ્રવેશ કર્યો. મનુષ્યના