________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આ પ્રમાણે બધા ભાઈઓની સાથે વિચાર-વિનિમય કરીને સમુદ્ર વિજયે કોર્ટુકિને બોલાવી પૂછયું: ‘અમારું ભવિષ્ય કેવું છે? જેવું હોય તેવું કહે.” ત્યારે કાળુકિએ કહ્યું : ‘તમારે જરાયે ચિંતા કરવા જેવું નથી. રામ અને કૃષ્ણથી તમારો મહાન ઉદય થશે. પ્રતિ વાસુદેવ જરાસંધને તેના જ ચકથી મારીને તેના સામ્રાજ્યના ભક્તા રામ-કૃષ્ણ થશે. પ્રતિવાસુદેવને હણવા માટે જ આ બન્નેએ અવતાર લીધે છે. માટે મહાબલી શૂરવીર એવા રામકૃષ્ણ ભવિષ્યમાં ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ અને બલદેવ તરીકે જગતમાં પ્રસિદ્ધ થશે. માટે તમે હમણાં જ પશ્ચિમ સમુદ્રના કિનારે જાઓ. ત્યાં તમારા શત્રુને ક્ષય થશે અને તમારે અભ્યદય થશે. અને જ્યાં સત્યભામા બે બાળકને જન્મ આપે, તે સ્થાને નગરી વસાવીને રહેજે.” प्रमाणीकृत्य तद्वाचं, समुद्रविजयस्ततः । अत्याक्षीन्मथुरामेका-दशभिः कुलकोटिभिः ।। ५५ ॥ द्राक्शौर्यपुरमागत्य, ततोऽप्यादाय सप्त च । कुलकोटीः समुद्रांतं, समुद्रविजयोऽव्रजत् ॥५६॥ उग्रसेनोऽपि सार्थेऽगा-त्समुद्रविजयेशितुः।अंतर्विध्याचलं मार्गे, चेलुः सर्वेऽपि यादवाः ।। ५७ ॥
કાળુકિની વાત સાંભળીને હર્ષિત થયેલા સમુદ્રવિજયે તેનું વચન પ્રમાણ કરીને અગીઆર કુલ કેટ યાદવની સાથે મથુરાપુરીને ત્યાગ કર્યો અને શૌર્ય પુર આવીને ત્યાંથી સાત કુલ કોટિ યાદવેને લઈને શૌર્યપુરથી નીકળી ગયા. ઉગ્રસેનરાજા પણ સમુદ્ર વિજયની સાથે ચાલ્યા. ચાલતા ચાલતા સર્વે વાદ વિંધ્યાચલની નજીકમાં પહોંચ્યા. सोमकोऽथ जरासंध-पार्श्व गत्वा प्रकोपतः । वृत्तांतं कथयामास, निःशेषमपि मूलतः ॥५८॥ समुद्रविजयोपांते, गतः स्वामिस्त्वदाज्ञया । घूकारिषु प्रभूतेषु, तत्र घूक इवाभवं ।। ५९ ॥ एतावंतमहं कालं, जानन्नासं नरेश्वर ! । त्वं त्रिखंडाधिपस्तत्र, त्वदाज्ञा वरिवति च ।। ६० ॥ समुद्रविजयाभ्यर्णे प्रेषितस्तद्वरं कृतं । तवाज्ञापालनभ्रांति-निवृत्ता मम मानसात् ॥६१ ॥ स्वल्पराज्यधरा एते, समुद्रविजयादयः । न तेऽपि पालयंत्याज्ञां, पालयिष्यंति के तदा ।। ६२ ॥
bધથી ધુંઆપૂંઆ થયેલા સેમકે જરાસંધ પાસે જઈને મૂલથી સઘળો વૃત્તાંત કહ્યો. અને સાથે સાથે જરાસંધને ઉશ્કેરવા માટે બોલ્યા “સ્વામિન, આપની આજ્ઞાથી સમુદ્ર વિજય પાસે ગયો પરંતુ ત્યાં ઘણા સૂર્યોમાં મારી દશા ઘુવડ જેવી બની ગઈ! આટલા દિવસ સુધી હું જાણતો હતો કે ત્રણખંડના અધિપતિ એવા આપની આજ્ઞા સર્વોપરિ છે. પરંતુ સમુદ્રવિજય પાસે તો તેનાથી વિપરીત જાણવા મળ્યું. ખોબા જેટલા રાજ્યના માલિક હોવા છતાં કેવા ઘમંડી છે? તેઓ તમારી આજ્ઞા પાળતા નથી અને પાળશે પણ નહી.” क्रोधाग्निर्वधमानश्च, कुरुते विकृतित्रयं । आत्मतापं परतापं, प्रेत्य हानिस्वरूपकं ।। ६३ ॥ इतीव वचनं सत्यं, विधातुं सोमकोऽरोत् । जरासंधं महाकोपं, तद्वृत्तांतनिवेदनात् ॥६४ ॥