________________
૭૬
શાંબ-પ્રદ્યુમન ચરિત્ર
आकर्ण्य वचनान्येवं, विष्णुवक्त्रोत्थितानि च । समुद्रविजयं प्राह, कोपाटोपेन सोमकः॥३१॥ समुद्रविजया यूयं, वंशरक्षणतत्परा । युष्मद्वंशे परं विष्णु-विषवल्लिरिवास्त्ययं ॥३२॥ यूयं जीवत विद्वांसः, सदायतिसुखैणःषि । शीघ्रं युष्माभिरुच्छेद्यो, बाल्यादपि शिशुस्त्वसौ॥३३॥ जीवनलाद् द्वादशभिश्च हायनै, रामोऽपि राज्यं च नलोपि भूपतिः । जीवन्महानंदपदं च साधये-जीवन् पुमान् पश्यति मंगलावलीः ॥३४॥ ( આ પ્રમાણે વિષ્ણુની આક્રોશપૂર્ણ વાણી સાંભળીને રોષે ભરાયેલા સેમકે સમુદ્રવિજયને કહ્યું: “તમારા વંશની રક્ષા કરવાની ચિંતાવાળા સમુદ્રવિજય, તમારા વંશમાં આ છોકરો વિષનો વેલે છે. ભવિષ્યના સુખની ઈચ્છાવાળા તમારા જેવા વિદ્વાન પુરૂષે તેને તાત્કાલિક ઉખેડી નાખ જોઈએ.
નલરાજા તથા રામચંદ્રજી જીવિત હતા તે બાર વર્ષે પણ રાજય પ્રાપ્ત કરી શકયા. જીવતો નર ભદ્રા પામે તે તમો પણ જીવતા હશો તે આવા અનેક પુત્ર ઉત્પન્ન કરી શકશે. માટે હજુ પણ વિચાર કરી જુવો. सोमकोदितमाकये, वचनं कोपसूचकं । अनावृष्णिरमर्षेण, तमूचे विकलोऽसि किं ॥३५॥ एकवारं निषिद्धोऽपि, श्रीतातेन सुधागिरा । रामकृष्णावभीक्ष्णं त्वं, रंकवद्याचसे कथं ॥३६॥ पक्षपातविधातार-स्तस्य सर्वेऽपि बांधवाः । अक्रुराद्यास्ततोऽजल्पं-स्तं प्रति घोरुणेक्षणाः ॥३७॥ यथा जामातृघातेन, त्वत्स्वामी खेदवानभूत् । तथा किं न वयं खिन्ना, अस्मत्पटबंधुघाततः ॥३८॥ अनेहसमियंत तु, जरासंधपराभवः । सोढोऽस्माभिः सहिष्यामा, नातःपरं मनागपि ॥३९॥ याहि याहि मुखं लात्वा, त्वं कुशलेन सोमक! त्रुहि ब्रूहि समाचार-मस्मदीयं विशेषतः॥ ४० ॥ रुषानाधृष्णिनेति द्राक, तर्जितः सोमकाऽचलत् । समुद्रविजयेनाप्य-पमानितो निजं पुरं ॥४१॥
સેમકના વચન સાંભળીને અત્યંત ગુસ્સે થયેલા અનાવૃષ્ણિએ કહ્યું - “અલ્યા તું ગાંડે થઈ ગયો છે કે શું? એક વખત તે મીઠા વચનથી વડિલ પિતાએ તને ચકખી ના કહી દીધી તેમ છતાં વારંવાર ભિખારીની જેમ રામકૃણની ભીખ માગી રહ્યો છે? રામકૃષ્ણના પક્ષ લેનારા તેના અક્રર આદિ બધા ભાઈઓ તને લાલ આંખ બતાવી રહ્યા છે, છતાં તે બકવાસ કરી રહ્યો છે? તારા વામીને જમાઈના વધથી દુઃખ થાય છે. તો અમારા છ ભાઈના વધથી અમને શું દુઃખ નહી થતું હોય? કેવી વાત કરે છે? આટલા દિવસ સુધી જરાસંધને પરાભવ સહન કરી રહ્યા છીએ, હવે અમારાથી તેને ત્રાસ સહન નહી થઈ શકે. એ એના મનમાં શું સમજે છે ? જા સમક જા, તારું કાળું મેટું લઈને અહીંથી કુશળપણે જા, અને અમારો સંદેશો તારા સ્વામીને મીઠું મરચું ભભરાવીને કહેજે.