________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર समाकयेति गोविंदा, रक्ताक्षो भीषणाकृतिः । अमांतर्जयामास, कसं सभाविधायकं ॥४३॥ रे कंस रे दुराचार, बालहत्यापरायण । तवैवास्ति रसा भूयान्, मल्लयुद्धविलोकने ॥४४॥ प्रेषयामि ततेाऽहं त्वा-मेव तद्युद्धमीक्षितु । यद्यस्य पुरस्त्वं मे-ऽघातयिष्यस्तदा निजान् ॥४५॥ इत्युदित्वा महामंच-स्थितं कसं च विप्रियं । उत्प्लुत्य सद्यस्तं कृष्णः केशाच्चौरमिवाग्रहीत्॥४६॥ तदा तस्य भयेनेव, बालहत्यापराधतः । अस्खलन्मुकुटेदेहा-दन्यान्याभरणान्यपि॥४७॥ नवीनान्यपि वासांसि, श्रोत्रादीनींद्रियाण्यपि । तथा तनुस्थजीवोऽपि, कंसः शवमिवाभवत्॥४८॥
કંસનું વકતવ્ય સાંભળીને ક્રોધથી લાલઘૂમ થઈ ગયેલા ભયંકર આકૃતિ ધારણ કરીને કૃષ્ણ આક્રોશ પૂર્વક બેલ્યા -અરે દુરાચારી, બાલા હત્યા કરનારા પાપાત્મા કંસ, મલયુદ્ધ જેવાનો તે તને રસ છે તેથી તારા મહલનું યુદ્ધ જેવા માટે પહેલા તને જ એકલી દઉં છું. ખબરદાર મારા દેખતાં કોઈને પણ કંઈ કરે તે પહેલાં તારો જ હિસાબ પતાવી દઉં !' એમ કહી કૃષ્ણ કૂદકો મારી ઉંચા મંચ ઉપર રહેલા કંસના માથાના વાળ પકડી તેને જમીન ઉપર પછાડ. ત્યારે જાણે બાલહત્યાના અપરાધથી ધ્રુજી ગયેલા હોય તેમ તેના શરીર ઉપરથી મુગટ કુંડલ આદિ આભૂષણે પણ સરી પડયા.
શરીરમાં પ્રાણ હોવા છતાં પણ કંસ મડદા જેવો થઈ ગયો. खट्वायां रक्षतेऽन्योऽपि, न मयों मृत्य्वनेहसि । इतीव श्रीपतिः कसं, मंचा भूम्यामपातयत्॥४९॥ स्मार्यते पुण्यपापानि, तस्मिन्नवसरे नृणां । इतीव बालहत्यादि, तस्यास्मारयदच्युतः ॥५०॥
લોકેમાં એ રીવાજ છે કે અંત સમયે સ્વજનો ખાટલામાંથી ઉપાડીને નીચે જમીન પર સૂવાડે છે તેમ જાણે કૃણે પણ તે માટે જ કંસને મંચ ઉપરથી નીચે પટક ન હોય અને મૃત્યુ સમયે માણસે પુણ્ય પાપને યાદ કરાવે છે, તેમ હરિએ કંસને બાલહત્યાદિ પાપને યાદ કરાવવા માંડયાં. भूतस्येव कचांस्तस्य, गृहीत्वा हरिरमवीत् । बालहत्या त्वयात्मीय-जीवरक्षाकृते कृता ॥५१॥ स्याज्जीवरक्षयान्यस्य, जीवरक्षात्मनः किल । घातेनं घात एव स्या-न्न ज्ञातं कंस रे त्वया॥५२॥ जिजीविषुरधर्मेण, त्वं प्रभूतमनेहसं । नरकादौ तदेदानी, गत्वा जीव यदृच्छया ॥५३॥
ભૂતની જેમ કંસના માથાના વાળ ખેંચીને કૃષ્ણ બોલ્યા :–“પાપી કંસ તારા જીવની રક્ષા માટે બાલહત્યાઓ કરતાં તને કંઈ વિચાર આવ્યું હતું કે નહીં ? લેકમાં કાયદો છે કે બીજાનું રક્ષણ કરે તો પિતાનું રક્ષણ થાય અને બીજાને મારો તો પોતાને મરવું