________________
સર્ગ-૩ .
गोदाहभांडवच्छीर्ष, क्षिप्त्वा जानुविचालके । युद्धयमानो हरिश्चक्रे, मुखोत्थरुधिरश्रवं ॥३५॥ शरीरे रुधिरं सारं, निर्गच्छेद्यदि तन्मुखात् । तत्कथं स्थीयतेऽस्माभिः, प्राणैरपीति निर्गतं ॥३६॥
રામ અને કૃષ્ણ અને કિશોરો કેટલાં બળવાન છે? બલિષ્ઠ મલેને જરા પણ મચક આપતા નથી. આ પ્રમાણે સજજન માણસો જ્યારે વિચારે છે ત્યારે લાગ જોઈને ચારે વિષ્ણુની છાતીમાં પિતાની લોખંડી મૂઠીથી જોરદાર પ્રહાર કર્યો, ત્યારે વિષગુ ધ્યાનસ્થ ગીની જેમ આંખ બંધ કરીને સ્થિર થઈ ગયા. કે તરત જ દુષ્ટ કરો “ઈશારાથી અભિમાની ચાણને સમજાવ્યું કે ગોવાળીયાને પૂરો કરી નાખ.” કંસની પ્રેરણાથી ખૂની આખેવાળ દુરાત્મા ચાણ વાઘની જેમ મોઢું ફાડીને કૃષ્ણને મારવા માટે જે દોડ્યો કે તરત જ તેની પીઠમાં બલભદ્ર પિતાની વા સમાન મૂઠીથી જોરદાર પ્રહાર કર્યો. અને વિષ્ણુને પ્રેમપૂર્વક આશ્વાસન આપીને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. “પ્રાણ જાય તો ભલે પરંતુ માનભંગ ના થવો જોઈએ.” એમ જાણતા કૃષ્ણ તરત જ સ્વસ્થ થઈ ગયા, અને દહીદૂધના મટકાની જેમ ચાણુરનું મસ્તક બે પગ વડે જોરથી દબાવીને લેહી વમત કરી નાખે. શરીરના સારભૂત રૂધિર નીકળી જવાથી પ્રાણ પણ શરીરમાં કયાં સુધી ટકી શકે? અર્થાત્ તે નિચેતન થઈ ગયો.
चाणूरं मृतमालाक्य, प्रकर्तुं तत्सहायतां । कोपाटोपारूणः कंस, इत्यादिशत्स्वसेवकान् ॥३७॥ अकार्यकारिणौ दुष्टौ, चाणूरमल्लघातिनौ । हन्येतां रामगोविंदौ, युष्माभिश्च दृढायुधैः ॥३८॥ येनैतौ वर्धितौ दुग्ध-पानेनेव भुजंगमौ । तं नंदमपि हन्यास्त, यशोदायोपिदन्वितं ॥३९॥ पालितौ लालितौ येन, कुटुंबेन च खेलितौ । तत्सर्वमपि गोपाल-कुटुंबं हत वेगतः ॥४०॥ नंदस्य तस्य वा सर्वसेवकानां धनादिकं । गृहीत्वा भस्मसाद्वह्नौ, क्रियतां मन्नियोगतः ॥४१॥ चाणूरेण समं युद्धय-मानयो रामकृष्णयोः । यथा कलां प्रपश्येयु, सर्वेऽपि प्रेत्यजन्मनि ॥४२॥
ચાણુરને મરેલો જોઈને અત્યંત રોષાતુર બનેલા કંસે તેની સહાય કરવા માટે સુભટોને આદેશ કર્યો. ચાણુર મલ્લના હત્યારા અને અકાર્ય કરનારા આ દુષ્ટ પાપીઓને તીક્ષણ શસ્ત્રોથી હણી નાખે. અને સર્ષની જેમ આ બન્નેને દૂધ પાઈને ઉછેરનાર નંદ ગોવાળીઆને એની સ્ત્રી યશોદા સહિત મારી નાખો. અને જે જે કુટુંબે આ બને પાપીઓનું લાલનપાલન કર્યું છે તે બધા ગોવાળીઆના કુટુંબને પણ મારી નાખે. નંદ આદિ સર્વે ગેવાળીઆના ધનમાલને લૂંટી લે અને મારી આજ્ઞાથી તે સમસ્ત ગોકુળને ભસ્મીભૂત કરી નાખો.” એટલું જ નહી પરંતુ ચાણુર સાથે રામ અને કૃષ્ણના મલયુદ્ધને જોવા માટે આવેલા અને આ બને પાપીઓની પ્રશંસા કરનારને પણ હણું નાંખો.