________________
૫૧
સર્ગ-૩ पतता हविषां कुंभां-स्त्यक्त्वास्यैव शिशास्त्वया। अहोरात्रं प्रकर्तव्या, सेवा देवार्यबुद्धितः ॥५७॥
વસુદેવ પ્રત્યેના દ્વેષથી શૂપર્ણખાન શાકુનિ અને પૂતના નામની બે વિદ્યાધરપુત્રીઓ માતાનું વેર લેવા માટે ગોકુળમાં આવી. એક વખત નંદ અને યશેદા કૃષ્ણને મૂકીને કાર્ય પ્રસંગે બહાર ગયેલા ત્યારે અવસર જોઈને આ બે ભયંકર રાક્ષસીઓ આવી બાલ કૃષ્ણને એકલા જોઈને શાકુનીએ તેને ઉંધા નાખીને ખૂબ કદર્થના કરી. પૂતનાએ વિષવાળો સ્તન કૃષ્ણના મોઢામાં નાખ્યો તેટલામાં કૃષ્ણભક્તા દેવીએાએ આવીને વિષને દૂર કરી કૃષ્ણને બચાવી લીધા. અને બન્નેને લેહી વમતી કરી નાંખી. નંદે આવીને મરેલી રાક્ષસીઓ પાસે રમતા કૃષ્ણને જોયા વ્યાકુળ બનીને નંદ બેલ્યા, “અરેરે, વિધાતાએ આ શું કર્યું ! કેણે કયા કારણે આ બેને મારી નાખી ?” ગોવાળી આ બધા ભેગા થઈ ગયા. બેલ્યાઃ “અમે કાંઈ જ જાણતા નથી, પરંતુ લાગે કે છે આ ભાગ્યશાળી બલવાન કૃષ્ણનું જ કામ હોય ! બન્નેને મારીને પિતાને બચાવ કર્યો લાગે છે. ખરેખર, કૃષ્ણ જન્મથી જ બળવાન અને પુણ્યવાન છે.” આ પ્રમાણે ગોવાળીયાના મુખે પિતાના પુત્રની પ્રશંસા સાંભળીને નંદ ખુબ જ આનંદિત થયો ! અને કૃષ્ણને ઊંચકીને ગાઢ આલિંગન આપ્યું. એટલામાં યશોદા આવી ગઈ. નંદ યશોદાને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું -“જો તારે સુખપૂર્વક જીવવું હોય તો મારા આ રત્નને જીવની માફક સાચવજે. એને એકલે મૂકીને તારે કયાંય જવું નહી. કેમકે શત્રુઓ છિદ્રાન્વેષી હોય છે. સારું થયું કે તે પોતાની રક્ષા પોતે કરી શકો!
માટે ઘીનો ઘડો ઢોળાઈ જતો હોય તે ભલે, સો કામ પડતા મૂકીને દેવની જેમ તારે કૃષ્ણની રાતદિવસ સેવા કરવી.”
आकण्येति यशादापि, कृष्णैकाकित्वमोचनात् । हा हतास्मीति जल्पंती, स्वकार्याणि शुशोच च ५८ भूतप्रेतपिशाचानां, शाकिन्या भीश्च मास्मभूत् । यस्य वेला भवेचस्य, रक्षास्तु तब नंदन ! ॥५९॥ मज्जीवं न्युंछनीकुर्वे, वत्स ते मस्तकोपरि । स्त्रीस्वभावेन चाटूनि, वाक्यानीति जजल्प सा ॥६०॥ वत्स वत्स न भेतव्यं, त्वया त्वयातिभासिना । सा निजांके समारोप्य, चुचुंब मस्तकानने ॥६१।। कस्मादप्यस्य भीतिर्न, जानंत्यस्ति तथापि सा। कृष्णमेकाकिनं न क्वा-मुंचञ्जीवं तनूरिव ॥६२॥
આ સાંભળી યશોદા કૃષ્ણને એકલા મૂકીને જવાથી પશ્ચાત્તાપ કરવા લાગી અને ઘણા હેતપૂર્વક બોલી – અરે વત્સ, તારો ભૂત, પ્રેત, પિશાચ શાકિની આદિ કોઈ ઉપદ્રવ ના કરો! તારી રક્ષા તારૂં પુણ્ય કરશે તું ડરીશ નહીં.” આ પ્રમાણે સ્ત્રીસહજ ચાટુ વચન બોલતી, મસ્તકથી લું છણા લેતી અને ખોળામાં લઈને વારંવાર ચુંબન કરતી, અનેક રીતે વહાલ વરસાવતી બોલ્યા કરે છે કે “હે પુત્ર! હવેથી તને એકલો છોડીને કયાંય જઈશ નહી, મારા જીવની જેમ તને સાથે રાખીશ.”