________________
૫૦
શાંબ-પ્રદ્યુમ્નચરિત્ર महद्भिर्महतीभिश्च, क्रियते कारणेन यत् । तत्सर्वमपि लोके हि, पर्वरूपेण जायते ॥४४॥
ગર્ભાધાન અને પિષણ કરતાં પણ માતાનો નેહ અધિક હોય છે. દેવકી પિતાના પુત્રનું મુખ જેવા માટે અત્યંત આતુર બની. એક મહિનો તે મુશીબતે પસાર કર્યો. વસુદેવને કહ્યું કે “હું પુત્રને જોવા માટે ગોકુળમાં જઈશ.” વસુદેવે કહ્યું:- તું આ રીતે ત્યાં વારંવાર ગમનાગમન કરીશ તો કંસને વહેમ આવશે અને જે બધી વાત જાહેર થઈ જશે તે તું શું કરીશ? માટે તારે કઈ બહાનું કાઢીને કયારેક જવું.” અવસરને જાણવા વાળી તેમ જ પતિના વચનને અનુસરનારી દેવકી પુત્રના દર્શનનો ઉપાય વિચારે છે. “અમારે ત્યાં ગાયની પૂજાનો રીવાજ છે એમ કહીને સાહેલીઓ સાથે ચંદન આદિ પૂજાની સામગ્રી લઈને જઉં તે બીજા લોકોને પણ વિશ્વાસ બેસે !” આ પ્રમાણે વિચારીને દેવકી ઘણી બધી સ્ત્રી સાથે પૂજા લઈ ગાતી ગાતી ગોકુળમાં ગઈ. ત્યાં જઈને ગાયની પૂજા કરી. યશોદાએ પણ બધા સાથે પૂજા કરી. સ્વચ્છ શ્રીવત્સના ચિહ્નથી સુશોભિત કૃષ્ણ શરીરવાળા કૃષ્ણને જોયા. હાથમાં શંખ ચક્ર ગદા આદી શુભ લક્ષણોથી યુક્ત ઈદ્રનીલ સમાન દેદીપ્યમાન કૃષ્ણને યશોદાના ખોળામાં બેઠેલા જેઈને દેવકી રોમાંચિત બની ગઈ. અપલક નેત્રે જોઈ રહી. મારા કરતા યશોદા ખરેખર ભાગ્યશાલિની છે કેવી પુત્રને રમાડી રહી છે! ભલે, મોસાળની જેમ અહીંયા જ મોટો થાય.' આ પ્રમાણે વિચારતી દેવી અત્યંત આનંદિત બની. આ રીતે મહિને મહિને ગેપૂજાને બહાને ગોકુળમાં આવી પુત્રને રમાડી જાતને ધન્ય માનવા લાગી. ત્યારથી લેકમાં ગોપૂજાનું પર્વ પ્રગટ થયું. મોટા માણસો કારણે જે કરે છે તે પર્વરૂપે બની જાય છે. अथ तातस्य विद्वेषा-दुभे सूर्पणखासुते । शाकुनिपूतने एते, मातृवैरजिघृक्षया ॥४५॥ खेचयौं ते महादुष्टे, दृष्ट्वा चैकाकिनं हरिं । मुक्तं नंदयशोदाभ्यां, तत्रास्तां हंतुमुद्यते ॥४६॥ शाकुन्या रुद्रया चाधा-कृत्वा कृष्णः कदर्थितः । स्तनः पूतनयाक्षेपि, तन्मुखे च विषाविलं॥४७॥ देवीभिः कृष्णभक्ताभिरपहृत्य च तद्विषं। ते द्वे अप्यंजसैव द्रा-ग्मर्दिते मारिते पुनः ॥४८॥ मृते निपतिते ते द्वे, रक्ताक्षे भीषणानने। खेचयौं वीक्ष्य नंदोऽवग , हा हा हतोऽस्मि वेधसा ॥४९॥ किमेते मारिते केन, जातं किंवात्र वा खलु । पप्रच्छाहूय गोपाला-नंदा वेगात्तमाधवः ॥५०॥ तेऽप्यूचुर्न वयं विद्रो-ऽनुसाराद् ज्ञायते परं । अनेनैव बलिष्टेन, बालेनापि हते इमे ॥५१॥ भैरवे मारयित्वैते, रक्षितं निजजीवितं । आबाल्यादपि पुण्याढयो, भवेद्धि शौर्यधैर्यभाक् ॥५२॥ गोपालेभ्य इति श्रुत्वा, संस्पृशन् शिशुमस्तकं । नंदाऽपश्यत्समस्तेष्व-प्यंगेषु पुरुषोत्तमं ॥५३॥ तमक्षतशरीराढयं, दृष्ट्वा नंदाऽप्यमूमुदत् । तदायातां यशोदां स, कथयामास भूरिशः ॥५४॥ रत्नरक्षाकृते यत्नः, कार्यः सुखाभिलाषिणा । तन्मुक्त्वैकाकिनं बालं, कृष्णं त्वं क्व गताभवः ॥५५।। ये स्युः प्रत्यर्थिनस्ते त्व-न्वेषयंति छलं ततः । एताभ्यां तु क्षतांगो न, जातोऽयं पुण्यपूरुषः ॥५६।।