________________
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર वसुदेवो वदित्वेत्या-नंदानंदस्य मंदिरं । जगाम तेजसां धाम, रामाभिराममोहनं ॥१८॥ नंदोऽप्यथ निशीथेतं, समायातं विलोक्य च । व्याचष्ट सहसोत्थाय, स्वामिन्नत्रागमः कथं ॥१९॥ सोऽप्यभ्यधत्त तं पश्चा-त्किंवदंती विधास्यते । सांप्रतं ते यशोदायाः, पार्श्वेऽमुमुच बालकं ॥२०॥ तदा तयापि सूतास्ति,सुता सौभाग्यशालिनी । तां लात्वा तत्र तं मुक्त्वा,शौरिस्ततोऽथ जग्मिवान् २१ तां बालां देवकीपार्श्वे, मुक्त्वा रहसि संस्थितः । प्रमीलामकरोत्सद्यः, सुखेन कार्यसाधनात् ॥२२॥
વસુદેવે કહ્યું –દેવી, આ પુત્રની રક્ષા હું કેવી રીતે કરૂં? દેવકીએ કહ્યું -સ્વામિન, હમણાં ને હમણા આ પુત્રને લઈ ગોકુળમાં જાવ. ત્યાં નંદ-યશોદાની પાસે મૂકીને આવો.” વસુદેવ કહે:-“બરાબર, બરાબર. આ વાત તારી સાવ સાચી છે. હમણાં જ જાઉં છું.' એમ કહી પુત્રને બે હાથમાં લઈને રાજમહેલમાંથી બહાર આવ્યા. ત્યાં કૃષ્ણની અધિષ્ઠાયિક દેવીઓએ પુષ્પ વૃષ્ટિ કરી, ઉપર છત્ર ધારણ કર્યું અને આઠ દેવીઓ પ્રકાશ માટે હાથમાં દીપક લઈ આગળ ચાલી. સૌથી મોખરે એક દેવી ગાયનું રૂપ ધારણ કરીને આગળ ચાલી. આ બધાની સાથે વસુદેવ નગરના દરવાજા પાસે આવ્યા. દરવાજે આપો આપ ઉઘડી ગયે. દરવાજાની બહાર નગરની દુર્ગધી પાળની નજીક પાંજરામાં પૂરાયેલ ઉગ્રસેન રાજા જાગતા બેઠા હતા. વસુદેવને જોઈને પૂછ્યું - આમ અંધારી રાત્રે એકલા કયાં ચાલ્યા? વળી તમારા હાથમાં શું છે ?” વસુદેવે હાથમાં રહેલા બાળકને બતાવીને કહ્યું -“મારા અને તમારા કટ્ટર દુશ્મન કંસને આ કાળ છે. સુવર્ણ સમાન આ પુત્રથી કાંસા જેવા કંસને કાસ નીકળી જશે ! સુવર્ણના મૂલ્ય આગળ કાંસાનું શું મૂલ્ય હોય? કંસને નાશ કરી અમારા યદુવંશનો ઉદય કરનારો બનશે. તમારો પણ હિતકારી છે. તેથી આ વાત કોઈને પણ કરશો નહી.' એમ કહીને વસુદેવ આનંદપૂર્વક ગોકુળમાં ગયા. નંદ ગોવાળે મધ્ય રાત્રિએ આવેલા પિતાના માલિકને જોઈને પૂછયું -“સ્વામિન, આમ એકા એક આવવાનું પ્રયોજન ?” વસુદેવે ટુંકમાં બધી વાત સમજાવીને નંદની પત્ની યશોદાને પુત્ર આપ્યો અને યશોદાની તરત જન્મેલી પુત્રીને લઈને ત્યાંથી વસુદેવ પાછા ફર્યા. બાલિકા દેવકીની પાસે મૂકી. વિગત સમજાવી નિશ્ચિત બનેલા વસુદેવ પિતાના સ્થાને જઈને નિરાંતે પોઢી ગયા. अविघ्नेन कृते कार्य उत्थिता यामिकाः समे । शौरि विलोकयामासुर्न दृष्टः केनचित्स तु ॥२३॥ केचिद्वदंति किं कृत्यं, वसुदेवस्य सत्वरं । कृत्यं सप्तमगर्भस्य, स एव दृश्यतां द्रुतं ॥२४॥ समेत्य देवकीपार्श्व, यामिकैः कंससेवकैः । विलोकितं तदा लब्धा, सुता सुतो न सप्तमः ॥२५॥ ते तामपि समादाय, सर्वेऽपि कंसकिंकराः । कंसस्य पुरतस्तूर्ण, ढौकयामासुरादरात् ॥२६॥ अहो एषा वराकी किं मद्घातं प्रविधास्यति । छित्वोत्कर्षेण तन्नासा, देवक्यै प्रतिदापिता ॥२७॥ अयमासीन्न सर्वज्ञो,यत्सत्यमेव जल्पति । क्रुद्धेन भाषितं मिथ्याऽ–तिमुक्तेन तपस्विना ॥२८॥ हंता मेऽथ न कोऽप्यस्ति,मिथ्या जानन् यतेर्वचः। स्वचित्तचिंतितान्माना-द्राज्यं पाति स मत्तवत् २९