________________
૪૩
સર્ગ-૩
- કંસની આવી મધઝરતી વાણી સાંભળી સરલ હૃદયી વસુદેવે કહ્યું –મિત્ર, ધન મિલકત અને આ શરીર પણ તને આધીન છે. તારે જે કાંઈ કહેવું હોય, માગવું હોય, તે સુખેથી કહી શકે છે અને માગી શકે છે.
कंसोऽभ्यधत्त यद्येवं, हितं मयि विचित्यते । तद्देवक्या इतो देहि, गर्भान सप्तपि जन्मतः ॥६८॥ कापटयं सुहृदे माभू-प्रार्थनाभंगताथवा । मया निगदिता वाणी, मास्तु वा फलवर्जिता ॥६९॥ कुटिलं सरलात्मा तु, जानन् सरलमात्मवत् । वसुदेवः प्रपेदे त-द्वचनं प्रांजलोज्ज्वलः ॥७०॥
કપટી કંસે કહ્યું -“આ૫ સદાય મારી હિતચિંતા કરનારા છે, તે મારા સંતોષની ખાતર દેવકીના જે જે પુત્રો થાય તે બધા જન્મતાની સાથે જ મને આપી દેવા”! ગાઢ મૈત્રી પાછળ કઈ કપટ કે પ્રાર્થનામંગ જેવું હોતું નથી, તો મારું વચન નિષ્ફળ જવું ના જોઈએ !
સરલ માણસો બીજાની કુટિલતાને સમજતા નથી પરંતુ બધાને સરળ જ માને છે. તેથી ભદ્રિક અને સરળ વસુદેવે કંસનું વચન માન્ય કર્યું. लोकेऽपि यो भवेधूर्तः, कार्य कुर्यानिजं दृढं । ततोऽवग्वसुदेवाय, कंसः पुनरपि द्रुतं ॥७१॥ तवाहं वल्लभो बंधा, ततस्त्वया प्रतिश्रुतं । परं यावन्न देवक्या, तावत्पूर्णा न मे स्पृहा ॥७२॥ कंसेनेत्युदिते शौरि–रपश्यत् स्वप्रियाननं । अज्ञातपूर्ववृत्तांता, प्रत्यपद्यत सापि तत् ॥७३॥
કેમાં કહેવાય છે કે ધૂત માણસો શંકાશીલ હોય છે. પોતાની વાતને દઢ કરવા માટે સદાય પ્રયત્નશીલ હોય છે. કેસે પણ પિતાની વાતને નકકી કરવા માટે ફરીથી વસુદેવને કહ્યું –આપને તો મારા ઉપર અત્યંત પ્રેમ છે, પરંતુ દેવકી આ વાત માન્ય નહી રાખે છે ? ! આ પ્રમાણેના કંસના કથનથી વસુદેવે દેવકી સામે જોયું ! દેવકીને આ કોઈ વાતને ખ્યાલ નહી હોવાથી તેણે પણ કંસની વાત માન્ય રાખી. प्रत्युतीचे च सा देवी, रे कंस मम वर्तसे । त्वं बांधवस्तथाभीष्टं, मित्रं तत्स्वामिनाऽपि च ॥७४॥ तदा श्रीवसुदेवस्य, नंदनानां प्रमोदिनां । तवापि तनूजानां किं, भदोऽत्रापि प्रवर्तते ॥७५।। वसुदेवोऽवदत्कांते, कांतेक्षणे कुरंगवत् । सोपचारैः सितामृष्टै-स्त्दीयैर्वचनैरलं ॥७६ ॥ रत्नगर्भ व पुंरत्न–गर्भा त्वमसि तत्प्रिये । सप्तापि जातमात्रांस्ते, गर्भान् कंसवशान् कुरु ॥७७॥ पतिवाग्भंगभीतेव, सापि तत्प्रत्यपद्यत । कुलीना या भवेत्कांता, सा हि पत्यनुगामिनी ॥७८॥
અને દેવકીએ કહ્યું -કંસ, તું તે મારો પ્રિયબંધુ છે. વળી મારા સ્વામિનો પ્રિય મિત્ર છે. તેથી વસુદેવના પુત્રો અને તારો પુત્રો વચ્ચે શું ભેદ હોય?” સાંભળીને વસુદેવે