________________
સર્ગ-૩ रे किं देवर संसार-सुखेच्छा ते न यौवने । अथवा किं त्वया त्यक्तं, स्वकीयमौढययोगतः॥४६॥ अथापि मयका साकं, त्वं रमस्व यथासुखं । गीतगानैः फलादानै-विनोदैर्वरनर्तनैः ॥४७॥ गले जीवयशास्तस्य, लगित्वेति जगौ मुनेः । गृहस्थस्येव बहुला, तया कृता कदर्थनाः ॥४८॥
તે પ્રમાણે કંસની પત્ની જીવયશા પતિની માનીતી અને ઉત્સવમાં ઉન્મત્ત બનેલી, તપથી કૃશ થઈ ગયેલા અતિમુક્ત મુનિના ગળે વળગી પડી અને બેલી -અરે, દીયર, શું તને સંસારસુખની ઈચ્છા નથી કે જેથી તું યૌવનમાં ત્યાગી બની ગયો છે? સાવ મૂર્ખ છે તું. ચાલ ચાલ મારી સાથે. ગીત ગાન નૃત્ય, હાસ્ય-વિનોદ નાચવું કૂદવું આદિ યથેચ્છ ક્રિીડા કર ! આ પ્રમાણે ગળે વળગીને જીવયશાએ પાગલની જેમ મુનિને ફેરફુદડી ફેરવ્યા.
शीतं यद्यपि पानीय-मुष्णं स्यादनियोगतः । शांतस्यापि तथा साधाः, क्रोधस्तस्याऽभवत्तदा ॥४९॥ ज्ञानी मुनी रुषाबूत, किं वदसि दुर्मते । उच्छृखला मदोन्मत्ता, विह्वला पतिगर्विणी ॥५०॥ यदर्थ क्रियते गीत-गानादिरुत्सवस्त्वया । तदीयः सप्तमा गर्भो, हंता ते पतितातयाः ॥५१॥ यथाहिदमनीयोगा-सर्पस्य विषमुत्तरेत् । तस्य वाचा तथा सद्य-स्तन्मदोत्कटता गता ॥५२॥ चित्तात्तरयां गतायां सा, सावधानाभवद्यदा । तद्वाक्यवज्रघातेन, जातं शल्यमिवावहत् ॥५३॥ हा हा संतापितः साधु-मया दुष्टं विचेष्टितं । निंदंतीति स्वकर्माणि, रुदंती साधवं गता ॥५४॥ तत्र गत्वा तया सर्व, स्वस्वरूपं निरूपितं । समाकभिवत्कंसः, कांदिशीका महानपि ॥५५॥
જળ શીતળ હોવા છતાં અગ્નિના સંગથી ઉષ્ણ બની જાય છે તેમ શાંતરસમાં ઝીલતા એવા જ્ઞાની સાધુને ક્ષણિક આવેશ આવી ગયે! અને બોલ્યા :-“અરે દુર્મતિ, પતિના માનથી અભિમાની બની આટલી ઉછુંખલ અને ઉન્મત્ત કેમ બની ગઈ છે? જેના માટે ગીત ગાન અને ઉત્સવ ઉજવી રહી છે, એ જ દેવકીનો સાતમો પુત્ર તારા પતિ અને પિતાને મારનાર થશે.” આ પ્રમાણેના મુનિના વચનથી જેમ નાગદમનીથી સર્પનું ઝેર ઉતરી જાય તેમ જીવ શાને ઉન્માદ તત્કાળ ઓસરી ગય! અને હદયમાં ઉતરી ગયેલા મુનિના શબ્દોથી સાવધાન બની ગઈ વજીના ઘા સમાન મુનિના વચનથી હણાયેલી છવયશા પોતાના દુષ્કાય અને દૌર્ભાગ્યને નીદતી રડતી રડતી પતિ પાસે ગઈ, અને કહ્યું : અરેરે સ્વામિન, મેં પાપિણુએ મુનિને સંતાપ્યા ત્યારે મુનિએ મને શ્રાપ આપે. એમ કહીને આદિથી અંત સુધીની બધી હકીક્ત કહી. શૂરવીર કંસ પણ વાત સાંભળીને ભયભીત બની ગયો.