________________
૨૮૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
हावभावविलासादीन् , काचिद्दर्शयतीशितुः । काचित्कटाक्षबाणेन, निशितेन च विध्यति ॥७६॥ परं तस्याभवचित्त दुःखपूरेण पूरितं । उदासीनमनास्तेन, योगीवाभून्महीपतिः ॥७७॥ आसने शयने याने, भोजने विजने जने । कानने चापि प्रासादे, स क्वापि नाप्तवानू रतिं ॥७८॥ औदासीन्येन राज्यस्य, राजा कार्याण्यसाधयत् । तद्धीसखोऽप्युपालभ-भीत्या नंतुमुपैति ना७९॥
પિતાના પરાક્રમી રાજા ભીમરાજાને જીતીને આવેલા સાંભળી અધ્યાવાસીઓએ નગરીને શારી. ખડી, સિંદૂર અને હડતાલ આદિ વિવિધ પ્રકારના રંગોથી ઘેર ઘેર અને દુકાને દુકાને અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર રંગોળીઓ કાઢી. વજા-પતાકા મૌક્તિક પુષ્પ આદિના તારણે અને માલાઓ વડે ઈન્દ્રપુરી સમાન નગરીને સજાવીને પ્રજાજનોએ વિવિધ પ્રકારના શ્રેષ્ઠ ભેટણાઓ રાજાની આગળ મૂકી નમસ્કાર કરી ક્ષેમ કુશળતા પૂછી શણગારેલી અયોધ્યા નગરીને અને નગરવાસીઓને જોઈને મધુરાજાના મનમાં ધ્રાસકો પડયો. પોતાની ઈચ્છાપૂતિ નહી થવાથી વિષાદ પામેલા રાજાએ પ્રજાજનોને સત્કાર કર્યો નહી. પરંતુ મહામંત્રી ઉપર ક્રોધાયમાન થયા. “અહે, આ પાપીએ કપટ કરીને મને ઠગે. અહીં લાવીને મારૂ બધુ કામ બગાડ્યું. દુરાત્મા એવા પાપી મંત્રીને એ તિરસ્કાર કરું કે જેથી આજથી માંડીને ફરીથી આવું કામ કરે નહી.” આ પ્રમાણે વિચારી મંત્રીને બેલાવીને કહ્યું -“અરે દુષ્ટ તું સાવ જૂઠો છે, મારી સાથે વંચના કરીને તે વેર વધાર્યું છે. શું તે આ સારૂ કર્યું છે?” આ પ્રમાણે બુદ્ધિશાળી બુઝર્ગ એવા મંત્રીને ઘણે ઠપકો આપ્યો. મંત્રીએ હાથ જોડીને કહ્યું -
સ્વામિન, હું કંઈ જાણતા નથી. સેનાપતિ જાણતા હશે. તેણે સેના શા માટે આટલા વેગથી ચલાવી ? આપ સેનાપતિને બોલાવીને પૂછી જુઓ!” સેનાપતિને પણ ઘણા આક્રોશપૂર્વક રાજાએ તિરસ્કાર કર્યો. સેનાપતિએ કહ્યું: “સ્વામિન, રાત્રિનાં ઘોર અંધકારમાં રસ્તાની મને કંઈ જાણ રહી નહી, મને પણ આશ્ચર્ય થાય છે કે આપણે આટલા જલ્દી અયોધ્યા નજીક કેવી રીતે આવી ગયા? તો હે કૃપાસિંધુ, મારા સ્વામિન્, મારા અપરાધની એકવાર ક્ષમા આપે. હવે ફરીથી આવી ભૂલ નહી થાય.” રાજાએ તેને ક્ષમા આપી. ખિન્ન થયેલા રાજાએ સંતોષ પામેલા નગરવાસીઓ સાથે મહેસવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના વાજિત્રના વનિ સાથે બંદીજનેની બિરૂદાવલી સાથે અને સુહાગણ સ્ત્રીઓના ગીતગ ન સાથે મધુરાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં ગીત ગાતી રૂપયૌવનાઓએ અક્ષત અને સાચા મોતીથી વધામણા કર્યા. કેટલીક રૂપસુંદરીઓ હાવભાવ અને કટાક્ષ બાણ વડે રાજાને વધી રહી હતી. આટલું ઉત્સાહપૂર્ણ વાતાવરણ હોવા છતાં મધુરાજાનું મન દુઃખથી ઘેરાયેલું હોવાથી ગીની જેમ ઉદાસીન બનીને રહ્યો. આસનમાં, શયનમાં, ભેજનમાં, માણસો વચ્ચે કે એકાંતમાં, જંગલમાં કે મહેલમાં તેને કયાંય આનંદ આવતું નથી. રાજ્યકાર્ય પણ ઉદાસીન ભાવે કરે છે. મહામંત્રી ઠપકાના ભયથી નમસ્કાર કરવા માટે પણ આવતા નથી.